- જો તમારા લગ્નમાં અવરોધ આવી રહ્યો છે તો કરો તુલસીની પૂજા
જે જાતકોને લગ્નમાં અવરોધ આવી રહ્યો છે તે યુવાનોએ તુલસી વિવાહ કરાવવો જોઈએ. તેમના લગ્નના યોગ જલ્દી બનશે. આ ઉપરાંત જે દંપતીઓના લગ્નમાં અડચણ આવી રહી છે જો તેઓ તુલસી વિવાહ કરાવે તો દાંપત્ય જીવનમાં ખુશહાલી આવી જાય છે.
- બધી મનોકામનાઓની પૂર્તિ માટે
તુલસી પૂજનના દિવસે ભગવાન વિષ્ણુ કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો અને અભિષેક કરતી વખતે તમારી ઈચ્છા બોલતા જાવ. આવુ કરવાથી વિષ્ણુજી પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂરી કરે છે.
- સ્વાસ્થ્યના લાભ માટે ઉપાય
જો પરીવારમાં કોઈ વારેઘડીએ બીમાર પડે છે કે પછી કોઈ મોટી બીમારીથી ઘેરાય ગયા છે તો તુલસી વિવાહના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસી પૂજા કરો અને સ્વાસ્થ્યની કામના કરો જલ્દી સ્વાસ્થ્ય લાભ થહ્સે.
- તમામ કાર્યોને પૂર્ણ કરવા માટે
ઘણીવાર અનેક મહેનત છતા આપણા કેટલાક કાર્ય એવા છે જે પૂરા થતા નથી. જો તમને પણ તમારા કોઈ કાર્યમાં અડચણ આવી રહી છે તો તુલસી વિવાહના દિવસે વિષ્ણુ મંદિરમાં શ્રીફળ અને બદામ ચઢાવો. આવુ કરવાથી બધા રોકાયેલા કાર્ય પાર પડશે અને ધન એશ્વર્યની પ્રાપ્તિ થશે.