દિવાળી પછી આજે બન્યો છે શુભ સંયોગ, દૂર કરી લો તમારી ગરીબી

શનિવાર, 1 એપ્રિલ 2017 (10:32 IST)
એપ્રિલ 2017, શનિવાર ચૈત્ર શુક્લ તિથિ છે. જેને શ્રી પંચમીના નામથી ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે દિવાળી પછી આજનો દિવસ અતિ શુભ સંયોગ લઈને આવે છે. આ દિવસે ધનની દેવીને ઘરમાં રોકીને રાખી શકો છો. આ શુભ અવસર પર તમે મહાલક્ષ્મીને પ્રસન્ન કરી દૂર કરી લો તમારી ગરીબી. આવુ કરવામાં જ્યોતિષ તમારી મદદ કરશે. આ એક એવી વિદ્યા છે જેના માધ્યમથી તમે તમારી મનપસંદ ઈચ્છાઓ પૂરી કરી શકો છો. કેટલીક ઈચ્છાઓ એવી હોય છે જીન પૂર્ણ કરવા માટે આપણે મનમા જ લલચાઈએ છીએ. પણ કોઈને બતાવી શકતા નથી. આવામાં ખાસ દિવસોમાં કરવામાં આવેલ ઉપાયોના માધ્યમથી આપણે આપણી ઈચ્છાઓ પૂર્ણ કરી શકીએ છીએ. 
 
અક્ષય રૂપે ધન પ્રાપ્તિ - અક્ષય લક્ષ્મીની ઈચ્છા હોય તો શ્રી પંચમીની રાત્રિ શ્રી લક્ષ્મી સૂક્ત શ્રી પુરૂષ સૂક્ત અને શ્રી કનક ધારા સ્તવનનો 7-7 વાર પાઠ કરો અને હાથ જોડીને પૂજા કરીની રેશમી લાલ કપડામાં બાંધીને તમારા ઘરમાં તિજોરીમાં મુકો અને ઈચ્છો તો અષ્ટ લક્ષ્મી રૂપની સાધના કરો. 
 
મંત્ર :  ૐ વિષ્ણુ પ્રિયાય લક્ષ્મી શિવ પ્રિયાય સતિ સે પ્રકટ હુઈ માં કામાક્ષા ભગવતી આદિ શક્તિ યુગર મૂર્ત મહિમા અપાર, દોનો કી પ્રીતિ અમર જાને સંસાર દુહાઈ કામાક્ષા કી આય બઢા વ્યય ઘટા દયા કર માઈ 
 
ૐ નમ: વિષ્ણુ પ્રિયાય ૐ નમ: શિવ પ્રિયાય ૐ નમ: કામાક્ષાયા હ્રીં હ્રીં શ્રી શ્રી ફટ સ્વાહા 
 
આવકમાં વધારો - આ શ્રી પંચમી, ધન ત્રયોદશીને અથવા શુભ ગુરૂ પુષ્ય યા રવિ પુષ્ય યોગમાં કરી શકાય છે. બાજટ કે પીળા વસ્ત્ર પાથરી વિષ્ણુ યંત્ર સ્થાપિત કરો. ધૂપ-દીપ, નૈવૈદ્ય સહિત પશ્ચિમની તરફ આસન કરી બેસો અને એકાગ્રચિત્તથી સ્ફટિક માળાથી ત્રણ માળા નિમ મંત્ર જાપ કરો. આસન શુદ્ધ અને મન પ્રસન્નચિત્ત થવુ જોઈએ.  
 
લક્ષ્મી આગમન માટે : શ્રી પંચમીની રાત્રિમાં તમારા નિવાસ સ્થાનના પ્રત્યેક કક્ષના દ્વાર અને મુખ્ય દ્વાર પર ઘઉંની ઢગલો બનાવીને તેના પર શુદ્ધ ઘી નો દીપક પ્રજ્જવલ્લિત કરો જે રાત સુધી પ્રગટે.  તેનાથી મા લક્ષ્મીનુ ઘરમાં આગમન થાય છે.  વિશ્વાસ હોય તો કરો, પ્રભુ સફળતા પ્રદાન કરો. 
 

વેબદુનિયા પર વાંચો