દિવાળી ના શુભ મુહૂર્ત 2022 - આજે આ 7 ઉપાય઼ કરશો તો ચમકી જશે ભાગ્ય
સોમવાર, 24 ઑક્ટોબર 2022 (11:35 IST)
પૂજા સામગ્રી
દિવાળીના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે. તેથી તેની સાથે સંબંધિત પૂજા સામગ્રી હોવી જરૂરી છે. આ દિવસે શ્રીયંત્ર, કુબેર યંત્રનું પૂજન લાભકારક અને ઉન્નતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે
લક્ષ્મી-ગણેશ પૂજા કેવી રીતે કરવી-
- સૌ પ્રથમ પૂજાનો સંકલ્પ લો
- શ્રી ગણેશ, લક્ષ્મી, સરસ્વતીજીની સાથે કુબેરની પણ પૂજા કરો.
- ઓમ શ્રી શ્રી હૂં નમઃ નો જાપ 11 વાર અથવા એક માળા કરો.
- પૂજા સ્થાન પર એક નારિયેળ અથવા 11 કમલગટ્ટા રાખો.
- શ્રી યંત્રની પૂજા કરો અને તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરો, દેવી સૂક્તમનો પાઠ કરો.
આ મંત્રોનો કરો પાઠ
-ઓમ કેશવાય નમઃ,
-ઓમ માધવાય નમઃ,
-ઓમ નારાયણાય નમઃ
- ઓમ ઋષિકેશાય નમઃ
- સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼
- લક્ષ્મી મંદિરમાં જઈને દેવીને પાંચ કમળના ફૂલ અર્પણ કરો અને પાંચ દીવા પ્રગટાવો