77th Independence Day - વિવિધ નિષ્ણાતો અને દેશના લોકોની અપેક્ષાઓ મુજબ કેવુ હોવુ જોઈએ સપનાનું ભારત

મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (15:13 IST)
ભારત એક બહુ-સાંસ્કૃતિક, બહુભાષી અને બહુ-ધાર્મિક સમાજ છે, જેણે છેલ્લી સદીમાં વિવિધ ક્ષેત્રોમાં સતત પ્રગતિ જોઈ છે. મારા સપનાનું ભારત એ ભારત છે જે વધુ ઝડપથી આગળ વધે અને થોડાક જ સમયમાં વિકસિત દેશોની યાદીમાં સામેલ થાય છે.
 
અહી એ મહત્વપૂર્ણ ક્ષેત્રોની માહિતી આપવામાં આવી છે જેમા ભારતને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે 
 
શિક્ષણ અને રોજગાર - હુ એવા ભારતનુ સપનુ જોઉ છુ જ્યા દરેક નાગરિક શિક્ષિત હશે અને દરેક કોઈને યોગ્ય રોજગારની તક મળી શકશે. શિક્ષિત અને પ્રતિભાશાળી વ્યક્તિઓથી ભરેલુ રાષ્ટ્રના વિકાસને કોઈ રોકી શકતુ નથી. 
 
જાતિ અને ધાર્મિક મુદ્દા -  મારા સપનાનું ભારત એવું ભારત હશે જ્યાં લોકો સાથે તેમની જાતિ કે ધર્મના આધારે ભેદભાવ નહી કરવામાં આવે. જાતિ અને ધાર્મિક મુદ્દાઓને બાયપાસ કરીને કામ કરવું એ રાષ્ટ્રને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું હશે.
 
ઔધોગિક અને તકનીક વિકાસ - ભારતના છેલ્લા કેટલાક દશકોમાં ઔદ્યોગિક અને તકનીકી વિકાસ બંનેને જોયા છે. જો કે આ વિકાસ હજુ પણ અન્ય દેશોના વિકાસના જેવો નથી. મારા સપનાનુ ભારત તકનીકી ક્ષેત્રની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ કરશે. 
 
ભ્રષ્ટાચાર -  દેશમાં ભ્રષ્ટાચાર ઘણો છે અને તેનો દર દરરોજ ઝડપથી વધી રહ્યો છે. સામાન્ય માણસ ભ્રષ્ટ રાજકારણીઓના હાથે પીડાઈ રહ્યો છે જેમને માત્ર પોતાના સ્વાર્થ પૂરા કરવામાં રસ છે. મારા સપનાનું ભારત ભ્રષ્ટાચાર મુક્ત હશે. તે એવો દેશ હશે જ્યાં લોકોનું કલ્યાણ એ જ  સરકારનો એકમાત્ર એજન્ડા હશે.
 
લિંગ ભેદભાવ - આ જોવુ અત્યંત દુખદાયી છે કે જીવનના દરેક ક્ષેત્રમાં ખુદને સાબિત કર્યા બાદ પણ મહિલાઓને અત્યાર સુધી પુરૂષોથી નીચે માનવામાં આવે છે. મારા સપનાના ભારતમાં કોઈ લિંગ ભેદભાવ નહી હોય. આ એવુ સ્થાન હશે જ્યા પુરૂષો અને મહિલાઓને બરાબર માનવામાં આવતા હશે. 
 
ભારત એક એવુ સ્થાન હશે જ્યા લોકો ખુશ અને સુરક્ષિત અનુભવ કરે અને સારા જીવનની ગુણવત્તાનો આનંદ લેતા  રહે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર