26/11 હુમલામાંથી ઘણો બોધપાઠ લીધો : મારિયા

ભાષા

ગુરુવાર, 26 નવેમ્બર 2009 (15:52 IST)
મુંબઈ પર 26 નવેમ્બરન રોજ થયેલા આતંકી હુમલાનું અનુમાન લગાડવા અને તેને રોકવામાં સુરક્ષા એજંસીઓના વિફળ રહેવાનો દોષ આપતા આ ત્રાસદીની ટનાની તપાસ કરનારા સંયુક્ત પોલિસ કમિશનર રાકેશ મારિયાએ આજે કહ્યું કે, આ જઘન્ય ઘટના બાદ આપણે ઘણો બોધપાઠ લીધો છે. .

મુંબઈ પર આતંકી હુમલાની વરસીની પૂર્વ સંધ્યાએ મારિયાએ કહ્યું કે, 26/11 જેવા હુમલા કોઈ પણ સ્થળે થઈ શકે છે તેની કલ્પના આપણે કરી ન હતી અને એટલા માટે આપણે તૈયાર પણ ન હતા. આ અનુમાન લગાડવાની વિફળતા હતી. અમે તેનાથી ઘણો બોધપાઠ લીધો છે પરંતુ અમે હવે આતંકવાદ સામે લડવા માટે પૂરી રીતે સાધન સંપન્ન છીએ.

તેમણે કહ્યું કે, આતંકી હુમલાની તપાસ હજુ પૂર્ણ થઈ નથી કારણ કે, લશ્કર એ તૈયબાના ઓપરેશનનો પ્રમુખ જકીઉર રહમાન લખવી અને 34 અન્ય ભાગેડુઓથી આ સંબંધમાં પુછપરછ કરવાની બાકી છે.

વેબદુનિયા પર વાંચો