વિવાહ પંચમી 2021 - આ હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ દિવસ માર્ગશિરામાં શુક્લ પક્ષની પાંચમના દિવસે આવે છે. આ દિવસે, ભક્તો એક દિવસનો ઉપવાસ કરે છે અને સુખી અને સ્વસ્થ દાંપત્યજીવન માટે ભગવાન રામ અને માતા સીતાના આશીર્વાદ મેળવે છે. આ વર્ષે વિવાહ પંચમી 8 ડિસેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે.
વિવાહ પંચમી 2021: તારીખ અને શુભ સમય
તારીખ: 8 ડિસેમ્બર, બુધવાર
પંચમી તિથિ પ્રારંભ - 07 ડિસેમ્બર, 2021 રાત્રે 11:40 વાગ્યાથી
હિંદુ ગ્રંથો અનુસાર, માતા સીતાના પિતા રાજા જનકે તેમની પુત્રી માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે માતા સીતા સાથે લગ્ન કરવા આવેલા તમામ રાજાઓ અને રાજકુમારોની સામે એક શરત મૂકી કે તેઓએ ભગવાન શિવનુ પિનાક ધનુષ ઉપાડવું પડશે. સ્વયંવરમાં ભગવાન રામ અને તેમના નાના ભાઈ લક્ષ્મણે પણ ભાગ લીધો હતો.
જેવો સ્વયંવર શરૂ થયો કોઈ રાજકુમાર કે રાજા પિનાક ધનુષ ઉપાડી શક્યા ન હતા, તેથી ગુરુ વિશ્વામિત્રએ ભગવાન શ્રી રામને ધનુષ્ય ઉપાડવાનો પ્રયાસ કરવા વિનંતી કરી. ભગવાન રામ તરત જ ઉભા થયા અને સહજતાથી ધનુષ્ય ઉપાડી લીધુ. આનાથી રાજા જનક પ્રભાવિત થયા, અને તેમણે ખુશીથી પોતાની પુત્રી સીતાના લગ્ન ભગવાન રામ સાથે કર્યા.
વિવાહ પંચમી 2021: પૂજા વિધિ
આ દિવસે, ભારત અને નેપાળમાં ભક્તો, ખાસ કરીને જનકપુરમાં, એક ભવ્ય ઉત્સવનું આયોજન કરે છે.