વટ સાવિત્રી વ્રત - દરેક મનોકામના થશે પૂરી, આ પૂજા છે જરૂરી- જાણો પૂજા વિધિ
મંગળવાર, 11 જૂન 2019 (00:27 IST)
વટ સાવિત્રી વ્રત - જૂન 27, 2018 ના રોજ વટ સાવિત્રીની પૂજા છે. સ્કંદ અને ભવિષ્યમાં પૌરાણિક વટ સાવિત્રી વ્રત જયેષ્ઠ શુક્લ પક્ષની પૂર્ણિમાને કરાય છે. જે મહિલા આ ઉપવાસ કરે છે, તેણીનો સુહાગ અમર બને છે જે રીતે સવિત્રીએ તેના પતિ સત્યાવનને યમરાજથી બચાવી લીધું હતું. તે જ રીતે આ વ્રતને કરનારી સ્ત્રીના પતિ પરથી દરેક સંકટ દૂર રહે છે. વટ સાવિત્રી વ્રતમાં મહિલાઓ 108 વાર વડના ઝાડની પરિક્રમા કરી પૂજા કરે છે. સાવિત્રી વટના ઝાડ નીચે તેના મૃત પતિ સત્યવાને યમરાજથી પાછો ખેંચી લીધો હતો.
વહેલી સવારે ઉઠી ઘરની સફાઈ કરી નિત્યકર્મથી પરવારી સ્નાન કરવું.
ઘરમાં પવિત્ર જળ કે ગૌમૂત્ર છાંટવું.
એક થાળીમાં હળદર,કંકુ,ફૂલ, કાચો દોરો(સૂત), પલાળેલા ચણા,નારીયળ, પંચામૃત ધૂપ, પાકી કેરી, વસ્ત્ર તરીકે એકાદ બ્લાઉઝપીસ કે રૂ નાં વસ્ત્ર બનાવીને પણ મૂકી શકાય છે.
સૌ પ્રથમ વડમાં પાણી સીંચો, સામે એક પાન પર સોપારી મૂકી તેની ગણપતિ તરીકે પૂજા કરો
ત્યારબાદ વડની હળદર-કંકુ વગેરેથી પૂજા કરો. એક બ્લાઉઝ પીસ સાથે એક સુહાગિનના સૌંદર્યની બધી સામગ્રી જેવી કે બિંદી,કાંસકો,બંગડી,અરીસો અને મંગલસૂત્રના કાળા મોતી મૂકો
હવે વડને ફળ-ફૂલ ચઢાવી તેની ચારે બાજુ કાચો દોરો લપેટી વડની સાત કે અગિયાર પરિક્રમા કરો
.-છેલ્લે હાથમાં ફૂલ કે ચોખા લઈને વટ-સાવિત્રીની કથા સાંભળો.