જીવનમાં સફળતા મેળવા માટે આત્મવિશ્વાસનુ હોવુ ખૂબ જરૂરી છે. ઘણી વખત આત્મવિશ્વાસની કમીને કારણે આપણે ઘણી બધી વસ્તુ કરી શકતા નથી. વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા આત્મવિશ્વાસથી કામ કરવું જરૂરી હોય છે. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે, પરંતુ અનેકવાર આત્મવિશ્વાસની કમી ને લીધેસખત મહેનત કરવા છતા તે સફળ થઈ શકતા નથી. આજે અમે તમને આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકશો એ માટે કેટલાક ઉપાય બતાવીશુ
તમારી ભૂલોમાંથી શીખો - ભૂલો દરેકથી થાય છે. વ્યક્તિએ તેની ભૂલોમાંથી શીખવું જોઈએ. ભૂલો બદલ અફસોસ કરીને બેસી રહેવુ કે ખુદને કમજોર માનવાને બદલે તેમાંથી શીખવું જોઈએ. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે, તેનો આત્મવિશ્વાસ કોઈ પણ સંજોગોમાં ડૂબતો નથી.