આજે સોમવતી અમાસ : પદ પૈસા અને પ્રતિષ્ઠા આપશે આ ચમત્કારી ઉપાય

સોમવાર, 16 એપ્રિલ 2018 (08:30 IST)
જો અમાસ સોમવારના દિવસે આવે છે તો તેને સોમવતી અમાસ કહે છે સોમવારનો દિવસ ભગવાન શિવનો પ્રિય ચન્દ્ર દેવને સમર્પિત છે. ભગવાને પોતે તેમને પોતાના માથા પર સ્થાન આપ્યુ છે. અધ્યાત્મની દ્રષ્ટિએ ચન્દ્રને મનનો કારક માનવામાં આવે છે. ચન્દ્રની રોશનીના અભાવમાં અંધારી રાતથી તાત્પર્ય છે મન સાથે સંબંધિત સમસ્ત દોષના હલ માટે ઉત્તમ દિવસ. 
 
વેદો મુજબ - दर्षपौर्णमास्यायां यजेत्
 
અર્થાત અમાસના અને પૂનમના દિવસે ચોક્કસ હવન કરો. 
 
અમાસના સમયે જ્યા સુધી સૂર્ય ચન્દ્ર એક રાષિમાં રહે ત્યા સુધી કોઈપણ સાંસારિક કાર્ય જેવા કે હળ ચઢાવવુ, દાંતી, ગંડાસી, વાવણી, લુણાઈ વગેરે અને આ પ્રકારના ગૃહ કાર્ય પણ ન કરવા જોઈએ. અમાસના રોજ ફક્ત શ્રી હરિ વિષ્ણુનુ ભજન કીર્તન જ કરવુ જોઈએ. અમાસના વ્રતનુ ફળ પણ શાસ્ત્રો મુજબ ખૂબ ઉંચુ બતાવ્યુ છે. 
 
સૂરજ અને ચન્દ્રમાં આ બંને શક્તિશાળી ગ્રહ અમાસના દિવસે એક રાશિમાં આવે છે અર્થાત એક રાષિમાં રહે છે. ત્યા સુધી અમાસ રહે છે. ચન્દ્રમાં સૂરજની સામે નિસ્તેજ જ હોય છે અર્થાત ચંદ્રની કિરણો નષ્ટ થઈ જાય છે. સંસારમાં ભયંકર અંધારુ છવાય જાય છે. તંત્ર શાસ્ત્ર મુજબ અમાસના દિવસે કરવામાં આવેલ ઉપાય, જાપ, દાન અને પૂજા અર્ચના અત્યંત પ્રભાવશાળી હોય છે અને તેનુ ફળ પણ જલ્દી પ્રાપ્ત થઈ જાય છે. 
 
પીપળના ઝાડને શાસ્ત્રોમાં અશ્વત્થ કહેવામાં આવ્યુ છે અન તેને શ્રી હરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે પિપ્પલાદ મુનિએ પીપળના ઝાડ  નીચે તપસ્યા કરીને શનિદેવને પ્રસન્ના કર્યા ત્યારબાદ આ ઝાડનુ નામ પીપળ પડ્યુ. શાસ્ત્રોમાં વર્ણિત છે કે આ દિવસે પીપડાના ઝાડની પૂજા કરવાથી પતિનુ આયુષ્ય લાંબુ થાય છે અને તેમના પર આવનારા સંકટો ટળે છે.  કોર્ટ કચેરી અને કેસમાં વિજય પ્રાપ્ત થાય છે.  ધન સાથે સંબંધિત પરેશાનીઓમાંથી રાહત મળે છે અને વ્યવસાયિક પરેશાનીઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત આજે તમારી બધી સમસ્યાઓનું  સમાધાન કરશે નીચે લખેલ એક ઉપાય... 
 
આજે સોમવતી અમાસના પવિત્ર પર્વ પર પીપડાના ઝાડ નીચે તલના તેલનો દિવો પ્રગટાવો અને ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઝાડ નીચે જ બેસીને 108 વાર જાપ કરો તો ઉપરોક્ત લખેલ બધી સમસ્યાઓનો અંત થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર