હનુમાનજીઃની (Hanuman) કૃપા મેળવવા માટે શ્રીરામને (Lord Rama) યાદ કરવા જોઈએ અને નિત્ય હનુમાન ચાલીસા (Hanuman Chalisa) નો પાઠ કરવો જોઈએ. કોરોનાને કારણે આજે લોકોના મનમાં શંકાઓ, ડર, નિરાશાઓ, અનિશ્ચિતતાઓ, ગુસ્સો અને ઘણી માનસિક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. બીજી બાજુ ઈમ્યૂન સિસ્ટમનુ સંતુલન બગડવાથી જલ્દી જ રોગથી લોકો ગ્રસ્ત થઈ રહ્યા છે. આવામાં આવો જાણીએ કેવી રીતે હનુમાન ચાલીસાના પાઠ તમને ફાયદો પહોચાડી શકે છે. દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો
- હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી ભક્તના મનની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
- જો કોઈ આર્થિક સંકટમાં હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજી પ્રસન્ન થઈને આર્થિક સંકટ દૂર કરે છે.
- જો વિદ્યાર્થીઓ હનુમાન ચાલીસાના પાઠ કરે તો તેમને શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. હનુમાન ચાલીસાના પાઠથી મન અને મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે, જે દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.