આરતી કરતી વખતે મનમાં એવી ભાવના હોવી જોઈએ, જાણે એ પંચ પ્રાણોની મદદથી ઈશ્વરની આરતી ઉતારી રહ્યા હોય. ઘી ની જ્યોતિ યાચકની આત્માની જ્યોતિનું પ્રતીક માનવામાં આવે છે. એક પાત્રમાં શુદ્ધ ઘી લઈને તેમાં વિષમ સંખ્યા (જેવા ત્રણ-પાંચ કે સાત) માં દિવાની વાટને પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. કપૂર દ્વારા પણ આરતી કરી શકીએ છીએ.
આરતીનો થાળ પીત્તળ, તાંબા, ચાંદી કે સોનાનો હોઈ શકે છે. દીવો ધાતુ, ભીની માટી કે ગૂંથેલા લોટનો હોય છે. આ દીવો ગોળ કે પંચમુખી, સપ્તમુખી અથવા વધુ પણ હોઈ શકે છે. તેને તેલ કે શુદ્ધ ઘી દ્વારા રૂની વાટથી પ્રગટાવવામાં આવ્યો હોય છે.
આરતી દીવામાં ઘી નો ઉપયોગ પણ કરી શકાય છે. આરતીમાં પાણી ભરેલુ કળશ, નારિયળ, મુદ્રા, તાંબાના સિક્કા ઉપરાંત નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.