ચતુર્માસમાં આ તીર્થ દ્વારા એકસાથે બધા તીર્થોની યાત્રા કરવાનું પુણ્ય મળે છે

શનિવાર, 19 જુલાઈ 2014 (14:37 IST)
અષાઢ મહિનના શુક્લ પક્ષની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ સૂવા જતા રહે છે. આ સાથે જ ચતુર્માસ શરૂ થઈ જાય છે. આ ચતુર્માસનો અંત કાર્તિક શુક્લ અષાઢા મહિનાની શુક્લ એકાદશી મતલબ દેવપ્રબોધિની એકાદશીના દિવસે થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે. આ ચાર મહિનામાં જો તમે કોઈ તીર્થયાત્રા પર જવાનુ વિચારતા હોય તો તમે તમારો વિચાર બદલી નાખો. 
 
કારણ એ છે કે આ દિવસોમાં કોઈપણ તીર્થની યાત્રા કરવાથી તમને તીર્થયાત્રાનુ પુણ્ય નહી મળે. જો તમે તીર્થયાત્રા દ્વારા પુણ્ય મેળવવા માંગો છો તો બસ એક તીર્થ એવુ છે જ્યા જવાથી બધા તીર્થોની યાત્રાન પુણ્ય એકસાથે મળી જશે.  

તો કોણ છે અસલી તીર્થરાજ  ? 
 
આ તીર્થનુ નામ છે બ્રજધામ. તેનુ કારણ એ છે કે એક સમયે ભગવાન વિષ્ણુએ પ્રયાગરાજને  બધા તીર્થોના રાજા જાહેર કરી દીધા. તીર્થોના રાજા બનતા જ પ્રયાગને અભિમાન આવી ગયુ. પ્રયાગનુ અભિમાન દૂર કરવા માટે એક દિવસ નારદજી તીર્થરાજ પાસે આવ્યા અને બોલ્યાકે તમને તીર્થરાજ તો બનાવી દીધા ચે પણ તમે વાસ્તવમાં તીર્થરાજ નથી.   
 
નારદની વાત સાંભળીને તીર્થરાજે બધા તીર્થોને પોતાની ત્યાં આમંત્રિત કર્યા. પ્રયાગના બોલાવવાથી બધા તીર્થ એકત્ર થઈ ગયા. પણ વ્રજ હાજર ન થયુ. તેના પર તીર્થરાજ પ્રયાગ ગુસ્સે થયા અને વ્રજ પર બધા તીર્થોને લઈને આક્રમણ કરી દીધુ.  


આગળ જુઓ  


તેથી બધા તીર્થ બ્રજમાં રહે છે 
 
તીર્થરાજને હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તીર્થરાજ બધા તીર્થોને લઈને ભગવાન શિવ વિષ્ણુ બ્રહ્મા પાસે ગયા અને આપવીતી સંભળાવી. તેના પર ભગવાન વિષ્ણુએ તીર્થરાજ પ્રયાગને સમજાવ્યા કે વ્રજ પર આક્રમણ કરનારાની હાર નિશ્ચિત છે. 
 
વિષ્ણુએ કહ્યુ વ્રજ આપણું ઘર છે અને તમે ઘર પર જ આક્રમણ કર્યુ છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ બધા તીર્થોને ચાર મહિના સુધી વ્રજમાં રહીને પ્રાયશ્ચિત કરવાનો આદેશ આપ્યો.  
 
ત્યારથી બધા તીર્થ દેવશયની એકાદશીથી લઈને દેવપ્રબોધિની એકાદશી સુધી વ્રજમાં નિવાસ કરે છે. આ દરમિયાન જે પણ ભક્ત વ્રજધામની યાત્રા કરે છે તેને બધા તીર્થોનુ પુણ્ય પ્રાપ્ત થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો