હેપી બર્થ ડે અર્જુન રામપાલ

IFM
મોડલમાંથી એક્ટર બનેલ અર્જુન રામપાલને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. 26 નવેમ્બર 1972 ના રોજ જન્મેલા અર્જુન રામપાલે 'પ્યાર ઈશ્ક અને મોહબ્બત' ફિલ્મ દ્વારા બોલીવુડમાં પોતાનુ કેરિયર શરૂ કર્યુ. ફેશનની દુનિયાથી બોલીવુડમાં પગ મૂક્યા પછી તેમણે ઢગલો ફિલ્મોમાં જુદી-જુદી ભૂમિકાઓ ભજવી.

તેમણે આંખે, દિલ હૈ તુમ્હારા, એક અજનબી, દીવાનાપન, દિલ કા રિશ્તા, ડરના જરૂરી હૈ, જેવી ફિલ્મોમાં કામ કર્યુ. મોટાભાગની ફિલ્મોમાં તેઓ એક સહાયક અભિનેતાના રૂપમાં જ જોવા મળ્યા.

ત્યારબાદ ફરાહ ખાનની 'ઓમ શાંતિ ઓમ'માં તેમણે ખલનાયકની ભૂમિકામાં પણ રંગ ભર્યો. બીજી બાજુ 'રોક ઓન' ફિલ્મ માટે તેમને ફિલ્મફેયર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો. અર્જુન રામપાલે મેહર જેસિકા સાથે લગ્ન કર્યા અને તેઓ બે પુત્રીઓ માહિકા અને માઈરાના પિતા છે. અર્જુન રામપાલ બોલીવુડમાં ભલે માત્ર એક અભિનેતાના રૂપમાં સફળ ન થયા હોય પરંતુ તેમની લોકપ્રિયતા અને તેમના પ્રશંસક દુનિયાભરમાં છે.

વેબદુનિયા પર વાંચો