Shani Jayanti 2023- શનિ જયંતી પર કેવી રીતે કરીએ પૂજા, શું છે શનિ ઉપાસનાના નિયમ

મંગળવાર, 16 મે 2023 (18:58 IST)
Shani Jayanti - શનિને ન્યાયના દેવતા કહેવાય છે. માણસના કર્મ મુજબ ફળ પ્રાપ્ત કરે છે. ભગવાન શનિદેવનો જન્મોત્સવ દરેક વર્ષ હિંદુ પંચાગના જેઠ મહીનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવાય છે. આ વખતે   19 મે ના રોજ શનિ જયંતી છે. શનિ જયંતી પર શનિ દર્શન અને પૂજાનો ખાસ મહત્વ હોય છે કે જાતકની કુંડળીની મહાદશા, અંતર્દશા, સાઢેસાતી અને ઢૈય્યા ચાલી રહી હોય છે શનિદેવની પૂજા અને કેટલાક ઉપાય કરવાથી પરેશાનીઓથી છુટકારો મળી જાય છે. આવો જાણીએ શનિ જયંતી પર શનિ પૂજાનો મહત્વ...
 
કોણ છે શનિદેવ 
સૂર્યપુત્ર ભગવાન શનિ ન્યાયના દેવતા અને બધા 9 ગ્રહમાં જ્યોતિષની નજરિયાથી શનિ ગ્રહનો ખાસ મહત્વ છે. માનવું છે કે દરેક રાશિ પર શનિનો અસર આશરે સાડા સાત વર્ષ સુધી રહે છે. માન્યતા છે કે જાતકના જીવનમાં મુશ્કેલી અને રોગોને લાવવાના કામ શનિ કરે છે. પણ આ માન્યતા એકદમ ખોટી છે. શનિદેવ માણસને તેમના કર્મના મુજબ ફળ આપે છે. શનિના શુભ થતા પર તે જાતકને શુભ ફળ આપી તેમના જીવન સુખમય બનાવે છે. 
 
શનિ આ પૂજાથી હોય છે પ્રસન્ન 
જ્યોતિષમાં શનિદેવનો ખાસ મહત્વ છે. કુંડળીમાં શનિના શુભ થતા પર માણસ બધા પ્રકારના સુખ, એશ્વર્ય અને ભોગવિલાસ પૂર્વક જીવન વ્યતીત કરે છે. તેમજ કુંડળીમાં અશુભ શનિ થતા પર માણસને સમાજમાં અપયશ, બુરાઈ, રોગ, આર્થિક પરેશાની, ઘરેલૂ કલેશ અને બધી પરેશાનીઓના સામનો કરતો રહે છે. શનિ ન્યાય પ્રિય દેવ છે. તે કોઈની સાથે ન તો અન્યાય કરે થવા દે છે. શનિના દોષથી દૂર રહેવા માટે હનુમાનજીની સાથે શિવજીની ઉપાસના પણ મહત્વ છે. 
 
શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિની મૂર્તિનો તેલાભિષેક કરાય છે. 
 
શનિ જયંતી પર આ રીતે કરો શનિ ઉપાસના 
* શનિ જયંતિના દિવસે સવારે સ્નાન કરી શનિ મંદિર જઈને તેલ અર્પિત કરવું. 
* શનિ જયંતી પર ગરીબોને દાન કરવું. 
* શનિના તંત્રોક મંત્ર ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયૈ નમ: કે પછી ઓમ શં શનૈશ્વરાય નમ: મંત્રોના જાપ જરૂર કરવું. 
* તલના તેલ, કાળા તલ, કાળા અડદ કે લોખંડની વસ્તુ દાન જરૂર કરવી. 
* શનિથી સંકળાયેલા દોષ દૂર કરવા કે પછી તેમની કૃપા મેળવા માટે શિવની ઉપાસના એક સિદ્ધ ઉપાય છે. નિયમપૂર્વક શિવ સહસ્ત્રનામ કે શિવ પંચાક્ષરી મંત્રનો 
 
પાઠ કરવાથી શનિના પ્રકોપનો ડર દૂર હોય છે અને બધી મુશ્કેલીઓ પણ દૂર હોય છે. 
* કુંડળીમાં શનિથી સંકળાયેલા દોષને દૂર કરવા માટે શનિવાર કે શનિ જયંતીના દિવસે સુંદરકાંડ પાઠ કરાવવું અને હનુમાન મંદિરમાં જઈને તમારી ક્ષમતા પ્રમાણે મીઠા પ્રસાદ વહેચવું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર