અમદાવાદ, સુરત સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકોની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી છે. 13,946 EVM મશીનમાં ભાજપ, કોંગ્રેસ સહિતનાં 2276 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઈ જશે. સૌથી પહેલા બેલેટ પેપરથી મતદાન કર્યા હશે તેમની મતગણતરી શરૂ થઈ છે, ત્યારબાદ EVM ખુલ્યા બાદ તેની મતગણતરી શરૂ કરવામાં આવશે જે વહેલી સવારથી મતગણતરી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા છે. જ્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો મતગણતરી સ્થળની બહાર ધીમે ધીમે આવી રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વખતે મતગણતરીની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. કોવિડ- 19ની ગાઈડલાઈનનો અમલ થઈ રહ્યો હોવાથી પોસ્ટલ સર્વિસ બેલેટ પેપરની ગણતરી માટે કાઉન્ટિંગ સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા થઈ છે