ભારત પ્રવાસ પહેલા બાહુબલીના અવતારમાં Donald Trumph, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

રવિવાર, 23 ફેબ્રુઆરી 2020 (08:58 IST)
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો Donald Trumph   સુપરહિટ ફિલ્મ 'બાહુબલી' Bahubali નો અવતારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમેરિકન રાષ્ટ્રપતિના ચહેરાની જગ્યાએ ફોટોશોપમાંથી 'બાહુબલી' લેવામાં આવી છે.
Donald Trump in Bahubali's avatar before India tour, video viral on social media
વિશેષ વાત એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ વીડિયો પર પોતાનો જવાબ આપતી વખતે તેના ટ્વિટર હેન્ડરને પણ શેર કરી છે.
 
વીડિયો શેર કરતા ડોનાલ્ડ ટ્રમ્પે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે - હું ભારતમાં મારા મિત્રોને મળવા માટે ખૂબ જ ઉત્સુક છું. ડોનાલ્ડ ટ્રમ્પના આ ટ્વીટ પર યુઝર્સ પણ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.
 
આ પહેલા ટ્રમ્પે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ મોર સવધન' અંગે પણ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પને ભારતમાં આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે.
 
24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પહોંચશે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. ટ્રમ્પ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી, રોડ શો થશે. મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન બાદ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર