IPL 2020 -યુઝવેન્દ્ર ચહલે શોર્ટ્સ ને લઈને વિરાટ કોહલીને કર્યો ટ્રોલ, મળ્યો એવો જવાબ કે બોલતી થઈ બંધ

ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (12:11 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝન આ વખતે સંયુક્ત અરબ અમીરા (યુએઈ)માં રમાય રહી છે. ખુદને અહીના વાતાવરણમાં ઢાળવા માટે ખેલાડી સતત એક્સરસાઈઝ કરી રહ્યા છે. રૉયલ ચૈલેજર્સ બેંગલોરના કપ્તાન વિરાટ કોહલી પણ પોતાની સારી ફિટનેસ માટે ખૂબ જાણીતા છે.  આ જ કારણ છે કે ગુરૂવારે ફિટ ઈંડિયા ડાયલૉગમાં પીએમ મોદી જે ખેલાડીઓ સાથે વાત કરવાના છે તેમાથી એક નામ ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીનુ પણ છે.  કોહલીને એક્સરસાઈઝ કરતા પોતાના ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે. તેનો આ વીડિયો પર આઈપીએલમાં તેમના સાથી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેમની મજાક કરી.  ચહલને આ વાતનો અંદાજ નહોતો કે તેમનુ આવુ કરવુ તેમને ભારે પડી જશે. 
 
 
આ વીડિયો શેયર કરતા વિરાટે ક્રિસ મોરિસને પણ ટૈગ કર્યો છે જે કે આ દરમિયાન વિચિત્ર અવાજ કાઢી રહ્યો છે. વીડિયો સાથે કોહલીએ લખ્યુ, "યુએઈની ગરમીના મુકાબલા માટે ડેલી વર્ક કરી રહ્યો છુ. પણ આ વચ્ચે, મહેરબાની કરીને ક્રિસ મૌરિસને પણ ટેગ કરો અને પૂછો કે બૈકગ્રાઉંડમાં એ આટલો અવાજ કેમ કરી રહ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર