IPL 2020: કપ્તાન વિરાટ કોહલીએ જણાવ્યુ કોણ બન્યુ RCB માટે ગેમ ચેંજર

મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (10:20 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનની ત્રીજી મેચમાં 21 સપ્ટેમ્બરના રોજ રૉયલ ચેલેંજર્સ બૈગલોર (આરસીબી)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ને 10 રનથી હરાવ્યુ. એક સમય એવુ લાગી રહ્યુ હતુ કે એસઆરએચ આ મેચ સહેલાઈથી જીતી જશે. 15.1 ઓવર સુધી એસઆરએચનો સ્કોર 2 વિકેટ પર 121 રન હતો. ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલે પોતાની બોલિંગ દ્વારા આખી મેચ જ પલટી નાખી. ચહલે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ વિકેટ લીધી અને તે મેન ઓફ ધ મેચ તરીકે પણ બન્યો.  કપ્તાન વિરાટનુ માનવુ છે કે ચહલની બોલિંગ આ મેચમાં ટર્નિંગ પોઈંટ રહી. 
 
જીતની શરૂઆત પર આરસીબીના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યુ, 'આ શાનદાર છે અને ગયા વર્ષે અમે આ પરિણામના ઉલટ બાજુ હતા. અમે ધૈર્ય બનાવી રાખ્યુ, યુઝી (યુઝવેંદ્ર ચહલ) આવ્યા અને માટે મેચ પલટી નાખી. તેમણે બતાવી દીધુ કે જો તમારી પાસે સ્કિલ છે તો તમે કોઈની પણ વિકેટ લઈ શકો છો.  જે રીતે તે બોલિંગ કરવા આવ્યા અને અટૈકિંલ લાઈન્સ પર બોલિંગ કરી, મને લાગે છે કે તે એવા ખેલાડી રહ્યા, જેમણે મેચ પલટી નાખી. અમારી શરૂઆત ખૂબ સારી રહી. દેવદત્ત પડીક્કલ ખૂબ સારા રહ્યા અને આરોન ફિંચે પણ સારી શરૂઆત આપી. 
 
વિરાટે આગળ કહ્યું, 'છેલ્લા ત્રણ ઓવરમાં જે રીતે એબી ડી વિલિયર્સે બેટિંગ કરી હતી તે સ્કોર 160 સુધી પહોંચાડવામાં મદદ મળી. જેવુ કે મે પહેલા પણ કહ્યુ હત કે અમે બોલિંગ વિભાગમાં નેગેટિવિટી ન આવવા દીધી અને શિવમ દુબેએ જે  ત્રણ ઓવર નાખી એ ઘણી સારી હતી, જોઈને સારુ લાગ્યુ. એસઆરએચએ ટોસ જીતીને કેપ્ટન ડેવિડ વોર્નરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. દેવદત્ત પાદિકલ અને એબી ડી વિલિયર્સની હાફ સેંચુરીને કારણે આરસીબીએ 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન બનાવ્યા, જેના જવાબમાં એસઆરએચની ટીમ 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. યુઝવેન્દ્ર ચહલે ત્રણ જ્યારે શિવમ દુબે અને નવદીપ સૈનીએ બે-બે વિકેટ ઝડપી હતી. આ જીત સાથે આરસીબી +0.500 નેટ રનરેટ અને બે પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલની ટોચ પર પહોંચી ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર