કસરત કર્યા વગર માત્ર આ 8 વસ્તુઓથી ઓછુ થશે વજન

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (09:27 IST)
બાળકોથી લઈને મોટેરાઓ સુધી જાડાપણાની સમસ્યા સામાન્ય જોવા મળે છે.  તેની પાછળ અનેક કારણ અને આદત હોય છે. વજન ઓછુ કરવા માટે સૌ પહેલા આપણી ખાવા-પીવાની અને નિયમિત વ્યાયામ કરો. તેનાથી શરીરમાં જમા ચરબી ઓછી થાય છે.  આજે અમે તમને જાડાપણાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવવા જઈ રહ્યા છે. 
 
1. રાત્રે સૂતા પહેલા 15 ગ્રામ ત્રિફળા ચૂરણ ગરમ પાણીમાં પલાળીને મુકી દો. સવારે આ પાણીને ગાળીને મધ મિક્સ કરીને પીવો. તેનાથી જાડાપણું જલ્દી દૂર થશે. 
2. તુલસીના પાનને વાટીને દહી સાથે સેવન કરો. તેનાથી શરીરમાં વધુ ચરબી બનતી ઘટી જશ્સે. આ ઉપરાંત તુલસીના પાનનો રસને પાણી સાથે મિક્સ કરીને પીવો. 
3. ગિલોય અને ત્રિફળાને વાટીને ચૂરણ બનાવી લો અને સવાર-સાંજ મધ સાથે ખાવાથી જાડાપણું ઓછુ થાય છે. 
4. બટાકાને ઉકાળીને ગરમ રેતીમાં સેંકીને ખાવાથી જાડાપણાથી મુક્તિ મળી શકે છે. આ ઉપરાંત કુલ્થીની દાળનુ રોજ સેવન કરવાથી ચરબી ઓછી થાય છે. 
5. પાલકનો રસ અને ગાજરનો રસ મિક્સ કરીને પીવો. આ ઉપરાંત પાલકનો રસ અને લીંબૂનો રસ મિક્સ કરીને પીવો. તેનાથી જાડાપણુ ઓછુ થશે. 
6. અનાનસ શરીરમાં રહેલ ચરબીને ઓછી કરે છે. તેથી રોજ અનાનસનુ સેવન કરો. 
7. પિપલના એક કે બે દાણા દૂધમાં ઉકાળી લો અને દૂધમાંથી પિપ્પલી કાઢીને ખાઈ લો.  
8. રોજ દહીનું સેવન કરો. આ ઉપરાંત છાશમાં સંચળ અને અજમો નાખીને પીવાથી જાડાપણુ ઓછુ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર