શું તમે પણ ફિટનેસનાં ચક્કરમાં ઘી-તેલ ખાવું બંધ કરી દીધું છે તો જાણી લો તેના નુકશાન

રવિવાર, 17 માર્ચ 2024 (01:08 IST)
oil ghee
 
ફિટનેસના ચક્કરમાં  લોકો પહેલા પોતાના ડાયેટમાંથી  ઘી અને તેલનું પ્રમાણ ઘટાડે છે. ઘી કે તેલનું વધુ પડતું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન થાય છે, પરંતુ એ પણ સત્ય છે કે તેને ન ખાવાના નુકશાન પણ છે.  આનું નાં  તો  વધારે પડતું સેવન સારું છે અને ન તો બહુ ઓછું. શરીરને સ્વસ્થ રાખવા માટે તમામ પોષક તત્વોનું સંતુલન જરૂરી છે. એ જ રીતે ફિટ રહેવા માટે ઘી અને તેલ પણ જરૂરી છે. હા, પણ તમારે  ક્વોન્ટીટી અને ક્વોલિટી ધ્યાનમાં રાખીને જ ઘી તેલ  વાપરવું જોઈએ અને  આવો જાણીએ ડાયેટમાંથી ઘી તેલ કાઢી નાખવાથી શું થશે નુકશાન. 
 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લાંબા સમય સુધી ઘી અને તેલને આહારમાંથી હટાવવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી. ઘણા બધા એવા માઈક્રોન્યૂટ્રીશંસ  (Miçronutrients) હોય છે જે ચરબીમાં દ્રાવ્ય હોય છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે તે જરૂરી છે. તેથી, મર્યાદિત માત્રામાં ઘી તેલનું સેવન કરવું જરૂરી છે.
 
દરરોજ કેટલું ઘી ખાવું જોઈએ?
આયુર્વેદ મુજબ તમારે દરરોજ મર્યાદિત માત્રામાં ઘીનું સેવન કરવું જોઈએ. સ્વામી રામદેવ  દરરોજ ઓછામાં ઓછા 2 ચમચી દેશી ઘી ખાવાની ભલામણ કરે છે. તેનાથી હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. ઘૂંટણમાં ચીકાશ  બની રહે છે અને દુખાવાની સમસ્યા ઓછી થાય છે. જ્યારે તમારે વનસ્પતિ તેલ બદલી બદલીને ખાવું જોઈએ.
 
રોજ કેટલું તેલ ખાવું જોઈએ?
વધુ પડતું તેલ શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ તેલમાં જોવા મળતા ફેટી એસિડ્સ પણ શરીર માટે જરૂરી છે. WHO અનુસાર, પુખ્ત વ્યક્તિએ દિવસમાં 4 ચમચીથી વધુ તેલનું સેવન ન કરવું જોઈએ. આમાં ઘી અને તેલની તમામ માત્રા સામેલ છે. એટલે કે, કોઈપણ પ્રકારનું તેલ 4 ચમચીથી વધુ ન ખાવું.
 
ઘી તેલ બંધ કરવાથી શું નુકસાન થાય છે?
જો તમે ઘી તેલ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો, તો તે લાંબા ગાળે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે દિવસભર થાક અનુભવી શકો છો. શરીરમાં આવશ્યક ચરબીનું પ્રમાણ ઘટવા લાગશે. ફેડ ફ્રી ડાયટ તમારું  વજન તો ઘટાડશે  પરંતુ તેનાથી શરીર પર ઘણો સ્ટ્રેસ પણ આવે છે. જેની લાંબા ગાળે શરીર પર ખરાબ અસર પડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર