ગુજરાતી રાસ-ગરબા - માથે મટુકડી મહીની ઘોળી

શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (18:05 IST)
માથે મટુકડી મહીની ઘોળી
હુ મહીયારણ હાલી રે ગોકુળમાં.. 
હો મારા શ્યામ મુજને હરી વા'લા... 
 
સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા મુને 
લાજો કાઢ્યાની ઘણી હામ રે. ગોકુળમાં, 
હો મારા શ્યામ મુજને હરી વા'લા... 
 
સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા મુને 
ઝીણું બોલ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં, 
હો મારા શ્યામ મુજને હરી વા'લા... 
 
સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા મુને 
પાયે લાગ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરી વા'લા... 
 
સાંકડી શેરીમાં મારા પરણ્યાજી મળીયા મુને 
પ્રીત કર્યાની ઘણી હામ રે.. ગોકુળમાં.. 
હો મારા શ્યામ મુજને હરી વા'લા...  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર