કેળાના પકોડા - ઉપવાસની આ વાનગી જોઈને મોઢામાં આવશે પાણી

શનિવાર, 13 ઑક્ટોબર 2018 (17:02 IST)
સામગ્રી-
2 પાકા કેળા
1/2 કપ શિંગોડાનો લોટ
1/2 ચમચી શેકેલું જીરૂં પાવડર
1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
2 ચમચી દહીં
મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત
સૌપ્રથમ પાકા કેળાના ટુકડા કરી લો. બાકીની બધી સામગ્રી મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને કેળામાં દબાવીને ગોળા વાળી લેવા. હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા. ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર