મા ગંગાનું પવિત્ર જળ જીવનની શરૂઆતથી લઈને જીવનના અંત સુધી દરેક પ્રકારના કાર્યોમાં કામ આવે છે. ગંગા સ્નાનથી પાપ તો દૂર થઈ જાય છે જ સાથે જ અનેક રોગોથી પણ મુક્તિ મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ગંગાજળના પ્રયોગથી અનેક દોષોને દૂર કરવાના ઉપાયના વિશે બતાવ્યુ છે. આવો જાણીએ તેના વિશે..
- ઘરમાં નિયમિત ગંગાજળનો છંડકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
- બાળકોને જો ભયાનક સપના આવતા હોય તો સૂતા પહેલા તેમના પથારી પર ગંગાજળ છાંટી દો
- ગંગાજળને ઘરમાં મુકવાથી હંમેશા સુખ-સપદા બની રહે છે.
- ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
- ઘરને પરેશાનીઓએ ધેરી રાખ્યુ છે તો ગંગાજળને પીત્તળની બોટલમાં ભરીને ઉત્તર પૂર્વ દિશામાં મુકો.
- સવારે જ્યારે પણ ઘરનો મુખ્ય દરવાજો ખોલો તો ત્યા ગંગાજળ અવશ્ય છાંટી દો.