Sankashti Chaturthi 2022: સંકટ ચતુર્થી પર ભૂલથી પણ ન કરશો આ કામ, પ્રભુ ગણપતિ થઈ જશે નારાજ
શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (00:36 IST)
Sankashti Chaturthi 2022 : માઘ મહિનાની (Magh Month) કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર સંકટ ચોથ(Sankashti Chaturthi) અને તેને તિલકૂટ ચોથ કહેવામાં આવે છે. સનાતન ધર્મની શરૂઆતથી જ સંકટ ચોથનું પોતાનું એક વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગામાં સ્નાન, દાન, સૂર્ય અર્ઘ ઉપરાંત ગણપતિની પૂજાનું વિશેષ મહત્વ છે. સંતાનના લાંબા આયુષ્ય અને સુરક્ષા માટે, ખાસ કરીને મહિલાઓ આ વ્રત ઉપવાસ સાથે કરે છે. આ દિવસે આખો દિવસ વ્રત કરીએ રાત્રે ચંદ્ર દર્શન કરીને જ વ્રત ખોલવામાં આવે છે. આ વખતે સંકટ ચોથનુ વ્રત (Sakat Chauth Vrat 2022) 21 જાન્યુઆરીના રોજ શુક્રવારના દિવસે બધા મનાવશે. ધાર્મિક માન્યતાઓ મુજબ સંકટ ચતુર્થી પર જે ભક્ત સાચા મનથી ભગવાન ગણેશ (Lord Ganesha)નું વ્રત કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જાણો કેવી રીતે કરશો સંકટ ચોથ પર ભગવાન ગણેશની પૂજા
સંકટ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે આખો દિવસ ફળો સાથે ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સંકટ ચતુર્થીના દિવસે કેટલાક એવા કાર્યો છે જેને વર્જિત માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભૂલથી પણ આ કામો કરશો તો ભગવાન ગણેશ તમારાથી નારાજ થશે. તો આવો જાણીએ કયા કયા કામ આ દિવસે ન કરવા જોઈએ-
સંકષ્ટી ચતુર્થીના દિવસે ન કરશો આ કામ
1. સંકષ્ટી ચતુર્થીના ખાસ દિવસે ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ ક્યારેય તુલસી ન ચઢાવો. વાસ્તવમાં ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.
2. સંકષ્ટી ચતુર્થીના દિવસે ઘરના કોઈપણ સભ્યનું માંસ અને દારૂનું સેવન વર્જિત માનવામાં આવે છે.
3. સંકષ્ટી ચતુર્થીના દિવસે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે તામસિક ભોજનમાં આવે છે.
4. ભગવાન ગણેશનું સૂર્યોદય પહેલા સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.
5. સંકષ્ટી ચતુર્થીના દિવસે કોઈપણ પ્રાણી કે પક્ષીને અનાજ ખવડાવવું જોઈએ અને તેમને ધૃત્કારવા કે મારવા ન જોઈએ. આ દિવસે પશુ-પક્ષીઓને પાણી આપવું પણ ખૂબ જ શુભ છે.
6. આ દિવસે કોઈ વડીલનું અપમાન ન કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન ગણેશ ક્રોધિત થાય છે.
7. સંકષ્ટી ચતુર્થીના દિવસે કોઈ બ્રાહ્મણ કે વડીલનું પણ અપમાન ન કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન ગણેશ તમારાથી નારાજ થાય છે.
શું છે સંકષ્ટી ચતુર્થી 2022 ચંદ્રોદયનો ચોક્કસ સમય ?
2022ની સંકષ્ટી ચતુર્થી 21 જાન્યુઆરીએ આવી રહી છે. આવી સ્થિતિમાં જે લોકો આ દિવસે વ્રત કરે છે તેઓ ચંદ્રના દર્શન કર્યા બાદ અર્ધ્ય આપીને ઉપવાસ સમાપ્ત કરે છે. તમને જણાવી દઈએ કે, સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 9 વાગ્યાનો છે.