મોંઘી થઈ શકે છે આ વસ્તુઓ
કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધીને 20 ટકા થઈ ગઈ. જેનાથી સ્ટેશનરી મોંધી થઈ જશે. પેટ્રોલ-ડીઝલ, સોનુ, કાજુ, ઓટો પાર્ટ્સ, સિંથેટિક રબર, PVC અને ટાઈલ્સ મોંઘા થઈ જશે. આ ઉપરાંત મોંઘા થનારા સામાનની લિસ્ટમાં સોના-ચાંદી ના ઘરેણાનો પણ સમાવેશ છે બીજી બાજુ AC, ઓપ્ટિકલ ફાઈબર, સ્ટેનલેસ પ્રોડક્ટ, લાઉડસ્પીકર, વીડિયો રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરા, ગાડીના હોર્ન, સિગરેટ જેવો સામાન પણ મોંઘો થઈ શકે છે. ઈપોર્ટેડ મેડિકલ ડિવાઈસ પણ થશે મોંઘા. આ ઉપરાંત ઓટોમોબાઈલના લેમ્પ અને બીમ લાઈટ, મોટર વાહનોમાં ઉપયોગમા લેવામાં આવનારા તાળા પણ મોંઘા થવાની શક્યતા છે. વિદેશી ફર્નીચર પર કસ્ટમ ડ્યુટી વધીને 25 ટકા થઈ ગઈ છે. જેને ખરીદવા માટે તમારે તમારુ ખિસ્સુ ઢીલુ કરવુ પડશે.
શુ શુ થયુ સસ્તુ જાણો
બજેટ પછી જે સામાનપર લોકોને રાહત મળશે તેમા ઈલેક્ટ્રોનિક કારનો સમાવેશ છે. એવુ બતાવાય રહ્યુ છે કે હોમ લોન પણ સસ્તી થઈ જશે. જે રીતે જાહેરાત થઈ છે તેના મુજબ બજેટ પછી તેલ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ડિટરજેંટ, વીજળીનો ઘરેલુ સમાન પણ સસ્તો થશે. ઘરેલુ સામાનના લિસ્ટમાં પંખો, સેનેટરી વેયર, બ્રીફ કેસ, બેગ, બોટલ, કંટેનરનો સમાવેશ છે આ ઉપરાંત સસ્તા સામાનની લિસ્ટમાં ગ્રાહકોને ચશ્માના ફ્રેમ, ગાદલા, બેડ, વાંસનુ ફર્નીચર, સૂકા નારિયળ, અગરબત્તી, પાસ્તા, નમકીન , મેયોનઝ, સેનેટરી નેપકીન ની ખરી પર પણ રાહત મળશે. ખાવા પીવાની વસ્તુઓમાં ગ્રાહકોને ચોકલેટ, વેફર્સ, કસ્ટર્ડ પાવડર, લાઈટર, ગ્લાસવેયર, પૉટ, કૂકર, ચુલો, પ્રિટર સસ્તુ થઈ શકે છે.