ઈરાની કપ: 8 સપ્ટેમ્બરે ટીમઈંડિયાની પસંદગી

ભાષા

ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2008 (20:49 IST)
ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલી માહિતી મુજબ રણજી ટ્રોફી ચેમ્પિયન દિલ્લી વિરૂદ્ધ વડોદરામાં 24 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ઈરાની કપ ક્રિકેટ મેચ રમનાર શેષ ભારતીય ટીમની પસંદગી 8 સપ્ટેમ્બરના રોજ થવાની છે.

બીસીસીઆઈના પ્રમુખ નિરંજન શાહે જણાવી દિધુ છે કે ટીમની પસંદગી સીનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ દિલીપ વેંગસરકર છે.

આ વાસ્તવમાં એક ટેસ્ટ ટીમ જ હશે. જેમાં દિલ્લી તરફથી રમનાર ખેલાડી વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર અને ઈશાંત શર્મા નહી હોય. જોકે મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા સામે થનાર ચાર ટેસ્ટમેચનું પ્રતિનિધિત્વ કોણ કરશે. જોકે આજે કોચ કર્સ્ટને કરેલી ટીપ્પણી પર બોર્ડ નારાજ હતી.

ભારતીય સત્રની શરૂઆતમાં થનારી આ મેચનો ઉપયોગ મોટા ભાગે ટીમની પસંદગી માટે થાય છે. આ વખતે તેનુ મહત્વ એટલા માટે વધી ગયું કેમ કે શ્રીલંકામાં મધ્યસ્તરના ફૈબ ફોર પ્રદર્શન સારૂ રહ્યુ નહી. અને તેમાં કપ્તાન અનિલ કુમ્બલે પણ સારો દેખાવ કરી શક્યા નહી.

વેબદુનિયા પર વાંચો