બોલીવુડની હવાહવાઈ શ્રીદેવી હવે આ દુનિયામાંથી અલવિદા કહી ચુકી છે. શનિવારે મોડી રાત્રે દુબઈમાં તેમનો કાર્ડિએક અરેસ્ટના કારણે અવસાન થઈ ગયુ. 54 વર્ષીય શ્રીદેવીના અચાનક થયેલ મોતથી બોલીવુડ ઈંડસ્ટ્રી સહિ આખા દેશને ચોંકાવી દીધો છે. શ્રીદેવી એક પારિવારિક કાર્યક્રમમાં સામેલ થવા માટે દુબઈમાં હતી. દુબઈના છાપા ખલીજ ટાઈમ્સે શ્રીદેવીના અંતિમ ક્ષણોને શેયર કરી. જાણો શ્રીદેવીની અંતિમ 15 મિનિટની 15 મોટી વાતો...
1. લગ્ન સમારંભમાં ભાગ લીધા પછી પરિવારના અનેક સભ્ય પરત આવી ગયા હતા. અહી સુધી કે તેમના પતિ બોની કપૂર પણ મુંબઈ પરત આવી ચુક્યા હતા.
2. શનિવારે તે શ્રીદેવી માટે એક મોટી સરપ્રાઈઝ લઈને ફરીથી દુબઈ પહોંચ્યા હતા. બોની કપૂરે શ્રીદેવી સાથે સરપ્રાઈઝ ડિનર પ્લાન કર્યો હતો.
3. દુબઈના છાપા ખલીઝ ટાઈમ્સે કપૂર પરિવારના નિકટના સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે શનિવારે સાંજે હાર્ટ એટેક પહેલા આ ખૂબસૂરત અભિનેત્રી પોતાના પતિ સાથે ડ્રીમ ડિનર ડેત પર જવાની તૈયારી કરી રહી હતી.
4. ખલીજ ટાઈમ્સે લખ્યુ છે કે બોની કપૂર શનિવારની સાંજે લગભગ 5.30 વાગ્યે દુબઈના જુમૈરા અમીરાત ટાવર્સ હોટ પહોંચ્યા હતા. જ્યા શ્રીદેવી પહેલાથી હાજર હતી.
5. હોટલ રૂમ પહોંચીને બોની કપૂરે શ્રીદેવીને જગાડી અને લગભગ 15 મિનિટ સુધીના દરમિયાન વાતચીત થઈ. બોનીએ પોતાની પત્નીને ડિનર પર જવા માટે કહ્યુ. જ્યારબાદ શ્રીદેવી બાથરૂમમાં જતી રહી.
6. રૂમના બાથરૂમમાં ગયા પછી શ્રીદેવી જ્યારે લગભગ 15 મિનિટ સુધી બહાર ન આવી તો તેમના પતિએ દરવાજો ખટખટાવ્યો. જ્યારે અંદરથી કોઈ જવાબ ન આવ્યો તો તેમણે ગમે તેમ કરીને દરવાજો ખોલ્યો.
7. દુબઈના છાપા ખલીજ ટાઈમ્સે લખ્યુ છે કે જેવા જ બોની કપૂર બાથરૂમની અંદર પહોંચ્યા તો તેમણે જોયુ કે શ્રીદેવી પાણી ભરેલા ન્હાવાના ટબમાં બેભાન પડી છે. બોનીએ તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યા.
8. ત્યારબાદ તેમણે પોતાના એક મિત્રને ત્યા બોલાવ્યા અને રાત્રે લગભગ 9 વાગ્યે તેમણે પોલીસને આ સૂચના આપી. પોલીસ જ્યા સુધી પહોંચી ત્યા સુધી તો શ્રીદેવી આ દુનિયાને અલવિદા કહી ચુકી હતી.
9. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે શ્રીદેવી પોતાના પતિ અને નાની પુત્રી ખુશી કપૂર સાથે મોહિત મારવાહના લગ્નમાં ભાગ લેવા દુબઈ પહોંચી હતી.
10. શ્રીદેવીના પોસ્ટમોર્ટમની પ્રક્રિય પુર્ણ થઈ ચુકી છે. પ્ણ તેની રિપોર્ટ આવવી હજુ બાકી છે. બધી ઔપચારિકત પૂર્ણ થયા પછી શ્રીદેવીનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવશે. જ્યાર પછી મુંબઈ લાવીને તેમનો અંતિમ સંસ્કાર થશે.
11. શ્રીદેવીનુ પાર્થિવ શરીર સોમવારે રાત સુધી ભારત પહોંચશે. ફોરેંસિક વિભાગના જનરલ ડિપાર્ટમેંટનુ માનીએ તો રવિવાર મોડી રાત્રે શ્રીદેવીના બ્લડ સેંપલને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યુ છે.
12. સોમવારે સવારે 10 વાગ્યે (દુબઈના સમય મુજબ) સુધી રિપોર્ટ આવી શકે છે. જ્યાર પછી જ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવશે. મતલબ દુબઈથી લગભગ બપોર સુધી જ મૃતદેહ નીકળી શકશે અને મોડી સાંજ સુધી મુંબઈ પહોંચી શકશે. શનિવારે રાતથી જ મુંબઈમાં રહેતા શ્રીદેવીના ફેંસ અને તમામ બોલીવુડ કલાકાર તેમના અંતિમ દર્શનની રાહ જોઈ રહ્યા છે.
14 શ્રીદેવીના દિયર સંજય કપૂરે કહ્યુ છે કે શ્રીદેવીને ક્યારેય હાર્ટની પ્રોબ્લેમ નહોતી થઈ. પણ ડોક્ટર્સનુ કહેવુ છે કે કોઈ વ્યક્તિને ત્યારે જ કાર્ડિયેક અટેક આવે છે જ્યારે તેને અગાઉ હ્રદય સંબંધી બીમારી રહી હોય. કોઈ પ્રકારના હાર્ટ પ્રોબ્લેમ વગર કાર્ડિયેક અટૈક આવવો શક્ય નથી.
15. જાણવા મળ્યુ છે કે જાહ્નવીને તેમની માતાના મોતના સમાચાર સૌ પહેલા કરણ જોહરે આપ્યા હતા. કરણે જાહ્નવીને આ દુખદ સમાચાર આપ્યા અને તેને તરત જ તેના ચાચા અનિલ કપૂરના ઘરે લઈ ગયા. ઉલ્લેખનીય છે કે જાહ્નવી પોતાના ડેબ્યૂ ફિલ્મ ઘડકની શૂટિંગને કારણે દુબઈ ગઈ નહોતી.