હાર્દિક પટેલ ફરી સક્રિય, ગાંધીનગરમાં યોજશે ગુજરાત જન ચેતના
સોમવાર, 15 જુલાઈ 2019 (09:17 IST)
છેલ્લા ત્રણ વર્ષથી ભાજપ સામે લડત આપી લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં જોડાનાર પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુમ થઇ ગયા હતા છે પરંતુ હવે હાર્દિકને પરાજયની કળ વળી રહી હોય તેમ આગામી તા. 20 જુલાઇએ પોતાના 26માં જન્મ દિવસે ફરી સક્રિય થયેલ છે અને તા. 20મીએ ગુજરાત જન ચેતનાના બેનર હેઠળ ગાંધીનગરમાં સંમેલન યોજનાર હોવાનું જાણવા મળ્યું છે.
પાટીદાર આંદોલનના આગેવાનમાંથી કોંગ્રેસના નેતા બનેલા હાર્દિક પટેલ લોકસભા ના પરિણામ બાદ હવે ફરી સક્રિય થઈ રહ્યા છે. તા, 20 જુલાઈ 1993 ના રોજ હાર્દિક નો જન્મ થયો હતો. હાર્દિક ના પિતા ભરતભાઈ એક સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવે છે. તે આગામી 20 જુલાઈએ 25 વર્ષ પુરા કરી 26 માં વર્ષ માં પ્રવેશ કરશે.
હાર્દિક આગામી 20 જુલાઈએ તેનાં જન્મ દિવસે એક મોટું સંમેલન કરવા જય રહ્યો છે. ગાંધીનગરમાં ગુજરાત જનચેતનાના બેનર હેઠળ હાર્દિક સંમેલન યોજી રહ્યો છે તેમાં વિચારધારાની લડાઈમાં સાથ આપનાર દેશના અનેક રાજનેતાઓ સામેલ થશે. હાલ મોટા રાજ નેતાઓને આમંત્રણો અપાઈ રહ્યા હોવાનું હાર્દિકની ટીમના વર્તુળો કહી રહ્યા છે ગુજરાતના દરેક ગામોમાંથી પ્રતિનિધિઓ આવે તેવું આયોજન થઇ રહ્યું છે. લોકસભા ના પરિણામ બાદ કોંગ્રેસ જાણે મૂર્છિત અવસ્થામાં છે ત્યારે ફરી સક્રિય થવા હાર્દિકની આ રણનીતિ છે. દેશના અનેક નેતાઓ આ સંમેલનમાં ગુજરાતની વર્તમાન સમસ્યાઓ પર ભાષણ આપશે. ગુજરાતના (અનુસંધાન પાના નં. 8)
રાજકારણમાં છેલ્લા ચારેક વર્ષથી હાર્દિક પટેલ ચર્ચામાં છે. હાર્દિકની બહેન મોનીકા અનામતને કારણે સરકારી સ્કોલરશીપના મળતા તે અપસેટ થયો હતો. અનામત સામેની લડતનું વિચાર બીજ આ ઘટનાથી રોપાયું હતું. સહજાનંદ કોલેજ માં અભ્યાસ કરનાર હાર્દિક જીએસ ની ચૂંટણી લડયો હતો.
નોંધનીય છે કે, 2012 ની આસપાસ સરદાર પટેલ ગ્રુપ માં જોડાયો હતો બાદમાં પાટીદાર અનામત આંદોલનનો ક્ધવીર બન્યો હતો. 2015 માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ માં મોટું સંમેલન બોલાવ્યા બાદ હાર્દિક ચર્ચામાં આવ્યો હતો. આંદોલનકારીમાંથી તે કોંગ્રેસ ના યુવા નેતા બન્યો અને 2019 લોકસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી માં હેલીકોપ્ટરમાં ઘૂમી પ્રચાર કાર્ય કર્યું હતું.
આગામી દિવસોમાં કોંગ્રેસ માં રાષ્ટ્રીય સ્તરે નવી ટીમ બની રહી છે તેમાં હાર્દિકને મહત્વની જવાબદારી અપાશે તેવી ચર્ચા વચ્ચે આગામી 20 જુલાઈ 19 ના દિવસે હાર્દિક ગાંધીનગરમાં મોટું જનચેતના સંમેલન બોલાવી તે હજુ જાહેર જીવન અને રાજકીય રાજકીય રીતે સક્રિય છે તેવું સાબિત કરવા કોશિશ કરશે.