જૂની ચીજ-વસ્તુઓની ઓનલાઈન ખરીદ - વેચાણની ઓ.એલ.એક્સ. નામની વેબસાઈટના માધ્યમ ઉપર આર્મીમેનની ઓળખ આપી એક’ શખ્સે’ અંજાર તાલુકાના ટપ્પર ગામના યુવાન સાથે રૂા. 1.89 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ગોપાલનગર (ટપ્પર)ના શંકરભાઈ કાનાભાઈ હેઠવાડીયા (આહીર)ની ફરિયાદને ટાંકીને વિગતો આપતાં જણાવ્યું હતું કે, શંકરભાઈને જૂની એક્ટિવા લેવાની હોવાથી તેમણે ઓ.એલ.એક્સ. વેબસાઈટ ઉપર શોધ શરૂ કરી હતી. દરમ્યાન તેઓએ’ વિકાસ પટેલ નામના’ શખ્સે તેના’ એકાઉન્ટ’ ઉપર’ રૂા. 30 હજારની કિંમતે’ જીજે. 12.ડી.બી.1537 નંબરની એક્ટિવા વેચવા અંગે પોસ્ટ મૂકી હતી. ભાવતાલ બાદ આ વાહન 25 હજારમાં આપવા નક્કી થયું હતું. ત્યારબાદ આ શખ્સે વિકાસ પટેલ નામની ઓળખ આપી પોતે આર્મી ઓફિસર હોવાનું કહી આર્મી કેન્ટીન કાર્ડની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રાઈવિંગ લાયસન્સકાર્ડ જેવા દસ્તાવેજો મોકલ્યા હતા. શંકરભાઈએ તમામ પુરાવાને વિશ્વાસપાત્ર’ માની પે.ટી.એમ. ઉપર બે વખત રૂા. 12500’ ચૂકવ્યા હતા. જેની સામે આ શખ્સે’ એક્ટિવા’ પાર્સલમાં કરી હોવાના કાગળ પણ મૂકયા હતા. આ ઠગબાજે’ ’જુદા-જુદા પ્રકારના ચાર્જીસનું કહી રૂા.25 હજારની રકમ સામે’ રૂા.1,89,200 વસૂલી’ વાહન’ ન આપી’ છેતરપિંડી કરી હતી. આ મામલે’ પી.આઈ અનિરુધ્ધસિંહ સોલંકીએ આગળની તપાસહાથ ધરી છે. નોંધપાત્ર છે કે અંજાર’ શહેર’ અને’ ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો ઓ.એલ.એક્સ. ઉપર આ’ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે. લોકોએ’ ઈન્ટરનેટ’ ઉપર’ આ પ્રકાર ખરીદી અને વેચાણ સંદર્ભે પૂરતા પ્રમાણમાં’ તકેદારી રાખવા અંગે પોલીસે જણાવ્યું