શું તમે ક્યારે બેસનના ગટ્ટાનું શાક બનાવ્યુ કે ખાયું છે જો નહી તો તમે જરૂર ટ્રાય કરો, આનું સ્વાદ એકદમ લાજવાબ અને જાયકો એકદમ ખા છે આ એક રાજસ્થાની ડિશ છે અને ત્યાંનું એક ખાસ વ્યંજન છે. તો આવો મોડું કર્યા વગર તેની રેસીપી વાંચી અનોખું સ્વાદના મજા લો.
1 ચમચી ધાણા પાઉડર
મીઠુ સ્વાદપ્રમાણે અને તેલ
કેવી રીતે તૈયાર કરીએ ગટ્ટા
સૌથી પહેલા એક વાસણમાં બેસન ચાણી લો. તેમાં અજમા, હળદર, ધાણા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો અને આ મિશ્રણમાં તેલનો મોયણ અને દહીં નાખી નરમ લોટ બાંધી લો. હવે આ લોટના લાંબા લાંબા રોલ્સ કરી લો. પછી એક વાસણમાં પાણી ગરમ કરી તેને ઉકાળી લો. બેસનના બધા રોલ્સને ઉકળતા પાણીમાં નાખી ધીમા તાપ પર 15-20 મિનિટ સુધી રાંધવું. હવે રોલ્સ એટલે કે ગટ્ટાને એક થાળીમાં કાઢી લો અને ઠંડા થયા પછી નાના કટકા કરી લો આ ગટ્ટા તૈયાર છે.
હવે કેવી રીતે બનાવીએ તેનું શાક,
વિધિ- સૌથી પહેલા ડુંગળી અને ટમેટાને મિકસીમાં વાટીને પેસ્ટ તૈયાર કરી લો. હવે કડાહીમાં તેલ ગરમ કરી જીરું અને હીંગ સંતાળવું. ડુંગળી-ટમેટાના પેસ્ટ નાખો અને થોડીવાર મસાલો શેકી તેમાં આદું-લસણની પેસ્ટ નાખી શેકવું. પેસ્ટ સારી રીતે સંતાળી જાય તો તેમાં બધા સૂકા મસાલા લાલ મરચાં , હળદર, ધાણા અને મીઠું નાખી સારી રીતે મસાલા બનાવો.