લાંબી રાહ જોવડાવ્યા બાદ એ ક્ષણ આવી ગઈ છે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો થોડાક કલાકોમાં સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ)માં રમાશે. બંને ટીમો આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મેચમાં કઈ ટીમ જીતશે તે કહી શકાય તેમ નથી, પરંતુ આંકડાઓની વાત કરીએ તો ભારતીય ટીમ હજુ સુધી ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી નથી. ભારતીય ટીમ આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે. જો કે અમદાવાદના હવામાનને લઈને ઘણા ચાહકોના મનમાં પ્રશ્નો છે. ચાલો તેના વિશે જાણીએ.
અમદાવાદનું હવામાન હાલ સંપૂર્ણ સ્વચ્છ છે. એક્યુવેધર ના અહેવાલ મુજબ, અમદાવાદનું સૌથી વધુ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વરસાદની વાત કરીએ તો તેની શક્યતાઓ ઘણી ઓછી છે. અહીં વરસાદની 10 ટકા શક્યતા છે. જો કે, ત્યાંનું હવામાન અત્યારે એકદમ સ્વચ્છ છે. ચાહકો એવી પણ આશા રાખશે કે મેચમાં વરસાદનું એક ટીપું પણ ન પડે. તાજેતરમાં એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.
ભારત અને પાકિસ્તાનની ટીમો વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 વખત ટકરાઈ છે. પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપમાં એક પણ વખત ભારતને હરાવી શકી નથી. 14મી ઓક્ટોબરે યોજાનારી મેચમાં પરિણામ કોના પક્ષમાં આવશે? તે જોવું રસપ્રદ રહેશે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. બંને ટીમના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.