Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

Webdunia
બુધવાર, 27 નવેમ્બર 2024 (09:04 IST)
ગુજરાતમાં ઘટી રહેલા તાપમાનના કારણે સવારે અને મોડી સાંજે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ બપોરના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુલાબી ઠંડી વચ્ચે ગુજરાતીઓ હવે કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે.
 


Weather Updates- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી અને ડીસામાં 15.4 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી, ભુજમાં 16 ડિગ્રી અને ભૂજમાં 16 ડિગ્રી નોંધાયું હતું. દમણ 20.4 ડિગ્રી રહ્યું હતું. ગુજરાતના લોકોના પ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં પણ સતત વધઘટ થઈ રહી છે.
 
ગુજરાતમાં શિયાળાની ઋતુએ હવે પૂર્ણપણે પ્રવેશ કરી લીધો છે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ગાંધીનગર સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આજથી તાપમાનમાં વધુ ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article