મંચ ઉપર સ્થાનિક પાટીદાર નેતાઓ સહિત આદિવાસી, દલિત અને મુસ્લિમ, રબારી, ચૌધરી સમુદાયના આગેવાનોએ પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. જાહેરસભાને સૌપહેલાં શંકરસિંહ વાઘેલાએ સંબોધી હતી જેમાં જણાવ્યું કે મા ઉમિયાના પૂજારીએ રાહુલના મનની ઇચ્છા પૂરી થાય તેવા આશીર્વાદ આપ્યાં છે. પીએમ મોદી અને મોદી સરકાર લોકોની લાગણીઓ છંછેડી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે જનતાને સંબોધતા કહ્યું કે રાહુલની આ જનસભા વિશે ઇતિહાસમાં લખાશે કે સભાની સફળતાએ કોંગ્રેસ માટે ગુજરાતમાં નવો ઇતિહાસ રચ્ચો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે જણાવ્યું કે કોંગ્રેસની નવસર્જનસભાની સફળતાથી ભાજપના નેતાઓ ડઘાઈ અને બઘવાઇ ગઇ છે.
- દેશના 1% ધનિકોને દેશનું 60% ધન પકડાવી દીધું છે. આજ લોકો મોદી સાથે પ્લેનમાં અમેરિકા, ચીન જાય છે. કાળું નાણું દેશના 90% પ્રમાણિક જનતા પાસે નથી, આ 1% લોકો પાસે છે.
- ભારતનું કાણું નાણું વિદેશી બેંક એકાઉન્ટ્સમાં છે. તેમણે વચન આપ્યું હતું કે, કાણું નાણું પરત લાવીશ. સ્વિટ્ઝરલેન્ડની બેંકોએ તમને લિસ્ટ આપ્યું છે. લિસ્ટમાં જેમના નામ છે તે બધાંના નામ સંસદમાં કેમ જાહેર ન કર્યા? કેમ આ લોકોને બચાવી રહ્યા છો?