રાજ્યના પ્રધાનો એક સપ્તાહ સુધી સચિવાલયમાં નહીં મળે: પ્રવેશોત્સવ અને યોગદિન ઊજવશે

Webdunia
શનિવાર, 2 જૂન 2018 (15:11 IST)
જળસંચય અભિયાન પૂરું થાય તે પહેલાથી જ ભૂગર્ભ ગટર જાગૃતિ અભિયાન શરૂ કરી દેવાયું છે. હવે આગામી બે સપ્તાહ પ્રવેશોત્સવ અને યોગદિનનો ઉત્સવ ઉજવાશે. આથી નવી સરકારના મંત્રીઓ સામાન્ય નાગરિકોને સચિવાલય નિયમિતપણે મળે તેવી શક્યતા નહીંવત્ છે. જાન્યુઆરીમાં પદભાર સંભાળ્યા બાદ પહેલા બજેટસત્ર અને ત્યાર બાદ આખો મે મહિનો મોટા ભાગના મંત્રીઓ જળસંચય અભિયાનમાં ઉદ્ઘાટનના ફોટોગ્રાફ કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા છે. આથી, સચિવાલય અને રાજ્યભરના વહીવટીતંત્રને છૂટોદોર મળ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. સરકારે આગામી ૧૪-૧૫ જૂન અને ૨૨-૨૩ જૂને અનુક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રવેશોત્સવ ઉજવવાનું જાહેર કર્યું છે.

આથી, આ ચારેય દિવસ રાજ્યભરનું વહિવટીતંત્ર આ ઉત્સવમાં વ્યસ્ત રહેશે તે નિશ્ર્ચિત છે. આ સ્થિતિ વચ્ચે વેકેશન પૂર્ણ થાય અને ૬ઠ્ઠી જૂનથી સ્કૂલો ખૂલે તેની સાથે જ વિદ્યાર્થીઓને પહેલા ભૂગર્ભ ગટર જાગૃતિમાં જોતરવા, ત્યાર બાદ ૨૧મી જૂનના યોગદિનને ઉજવવા ૧૪મી જૂનથી યોગાભ્યાસ શરૂ કરવા શિક્ષણ વિભાગે ફતવા જાહેર કરતા શિક્ષણ આલમમાં ભારે રોષ ભભૂક્યો છે, જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમો કે ઉત્સવો યોજાય છે ત્યારે ભીડ ભેગી કરવા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જ બોલાવાય છે.

સંબંધિત સમાચાર

Next Article