પોલીસ કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજાર્યો
શનિવાર, 12 મે 2018 (14:43 IST)
પોલીસ તંત્રને બેશરમ કરતો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના મણિનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેતા કોન્સ્ટેબલે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. કોન્સટેબલે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ કોન્સ્ટેબલે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને ફરવા માટે લઈ ગયો હતો. જ્યા તેને સગીરાને બેભાન કરીને કાંકરિયા પાસે કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરીને ફરાર થઈ ગયો હતો.
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ઝોન-6 ડીસીપી ઓફિસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના સંપર્કમાં આ યુવતી આવી હતી. કોન્સ્ટેબલે તેને લગ્ન કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારે આ કોન્સ્ટેબલે તેને ફરવા લઈ જાવ તેવું કહીને કાંકરિયા વિસ્તારમાં લઈ ગયો હતો. અને યુવતીને કારમાં જ કેફી દ્રવ્ય પીવડાવ્યું હતું. જેથી યુવતી બેભાન થઈ ગઈ હતી. જેનો ફાયદો ઉઠાવીને આ નરાધમ કોન્સ્ટેબલે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યાં યુવતીની તબિયત વધુ ખરાબ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી યુવતીએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે આ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.