વડોદરામા પાણીના પ્રશ્ને લોકોએ રોડ પર માટલા ફોડીને ચક્કાજામ કર્યો

Webdunia
ગુરુવાર, 3 મે 2018 (14:58 IST)
વડોદરા મહાનગર સેવાસદનના ખાડે ગયેલા તંત્રના કારણે ભર ઉનાળે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થયો છે. છેલ્લા એક સપ્તાહથી પાણી વિના ટળવળી રહેલા શહેરના ભૂતડીઝાંપા વિસ્તારના રહીશોએ મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ કરીને માટલા ફોડ્યા હતા. અને તંત્ર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ચક્કાજામને પગલે માર્ગ ઉપરનો વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ્પ થઇ ગયો હતો. સમગ્ર ગુજરાત પાણીની વિકટ સ્થિતીનો સામનો કરી રહ્યું છે. સરકાર હજુ પણ પાણીની કોઇને તકલિફ પડશે નહીં.

તેવા દાવાઓ કરી રહ્યું છે. જેમાં વડોદરા મહાનગર સેવાસદન પણ શહેરીજનોને પીવાનું પાણી આપવામાં નિષ્ફળ ગયું છે. છતાં સમગ્ર શહેરમાં પાણી મળી રહ્યું હોવાના પોકળ દાવા કરી રહ્યું છે. આ સ્થિતીમાં છેલ્લા એક સપ્તાહથી વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તારમાં પાણી ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સ્થાનિક રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ ઓફિસ તેમજ કોર્પોરેશનના સત્તાધિશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ થયો ન હતો જેથી સ્થાનિક રહીશો આજે મુખ્ય માર્ગ ઉપર ઉતરી આવ્યા હતા. અને માર્ગ ઉપર બેસી કોર્પોરેશન પાસે પાણી આપો...ના પોકારો કર્યા હતાં.

સંબંધિત સમાચાર

Next Article