લવ મેરેજ કરવાનું ભારે પડયું: લાખ રૂપિયા નહીં મળતા પતિએ પત્નીના અશ્લીલ ફોટા વાઇરલ કર્યા
સોમવાર, 11 નવેમ્બર 2019 (14:30 IST)
ઘરેથી ભાગી જઇને પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીતામંદિર વિસ્તારમાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું છે. લગ્નના આઠ મહિનામાં જ પતિએ રૃા.૧ લાખની માંગણી કરી હતી જો કે પત્નીએ રૃપિયા લાવવાનો ઇન્કાર કરતાં પતિએ પત્નીના અશ્લીલ ફોટા સોશિયલ મિડિયામાં વાઇરલ કર્યા હતા. એટલું જ નહી બદનામ કર્યા બાદ પત્નીને તગેડી મૂકી હતી. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ગીતામંદિર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાને સરખેજ વિસ્તારમાં મકરબા પોલીસ ચોકી સામે ભાડાના મકાનમાં રહેતા હેમાંગભાઇ જામલીયા સાથે આંખ મળી ગઇ હતી. જેને લઇને આઠ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, લગ્ન બાદ થાડો સમય લગ્ન જીવન સારુ ચાલતું હતું. બે મહિના પહેલા પતિએ પત્નીના ઘરેથી રૃા. ૧ લાખ લઇ આવવાનું કહ્યું હતું.
ત્યારબાદ પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપીને રૃપિયા નહી લાવે તો નહી રાખવાની વાત કરીને મારઝુડ કરવામાં આવતી હતી. એટલું જ નહી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. પતિએ અગાઉ પત્નીની જાણ બહાર બિભત્સ ફોટા પાડયા હતા. જે ફોટા પંદર દિવસ પહેલા મહિલાના નામનું વોટ્સએપ ગૃપ બનાવીને તેમાં આ ફોટા વાઇર કર્યા હતા તથા એક મહિના પહેલા પણ આ અશ્લીલ ફોટા મહિલાના ભાઇ અને તેમના ઘરના સભ્યોના મોબાઇલમાં પણ મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે માનસિક શારીરિક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.