વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં ફરી એકવાર જાહેરમાં નમાઝ પઢતો વીડિયો વાઇરલ થયો હતો. જેને પગલે યુનિવર્સિટી સત્તાધિશો દોડતા થઈ ગયા છે.કોમર્સ ફેકલ્ટીની સામે ભગવાન શિવજીના મંદિર પાસે જાહેરમાં 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાના વીડિયો વાઇરલ થતાં ફરીથી વિવાદ છેડાયો છે.
કોમર્સ ફેકલ્ટીના મહાદેવ મંદિર પાસે 4:45 વાગ્યાના સમયે 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાનો વીડિયો બહાર આવતાં હોબાળો મચી ગયો છે હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું હતું. એફવાયબીકોમમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીએ જાહેરમાં નમાઝ અદા કરી હોવા છતાં ત્યાં હાજર સિક્યોરિટી અને વિજિલન્સની હાજરી પર પ્રશ્ન ઊભા થયા હતા. વિજિલન્સના અધિકારીઓને છૂટા કરી દેવાયા બાદ યુનિવર્સિટીની સિક્યોરિટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો પણ આ ઘટનાથી અજાણ છે.આ મામલે MS યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીની હાઇપાવર કમિટી વિદ્યાર્થીઓને બોલાવીને નિર્ણય કરશે.