ગુજરાતમાં 12 વર્ષ બાદ જંત્રીના દરોમાં બમણો વધારો ઝિંકાયો, સોમવારથી અમલ શરૂ

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (22:22 IST)
રાજ્ય સરકાર દ્વાર જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક કરી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે. સોમવારથી રાજ્યમાં નવી જંત્રીનો દર અમલ થશે.સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં જંત્રીનો દર બમણો કરાયો છે.

સમગ્ર રાજ્યમાં સોમવારથી આ દર અમલમાં મુકાશે. જોકે, એક તરફ નવી જંત્રી અમલમાં આવશે. તો બીજી તરફ રાજ્યમાં સર્વેની કામગીરી પણ ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે. ત્યારે 12 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના નવા દર નક્કી કરાયા છે.સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ કરતાં પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મિટિંગ યોજીને તેમના સૂચનો અને રજૂઆત મેળવવા જણાવાયું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના અપાઈ હતી. જે બાદમાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં હાલ જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે.મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. તે ભાવ ખૂબ ઊંચા હોવાથી વિરોધ થતાં અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જે હાલ અમલમાં છે. 2019ના ઠરાવથી નિયત સમય મુજબ જાન્યુઆરી-2023માં જ જંત્રી સર્વેની કામગીરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે. જેની આગામી બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરવામાં આવી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article