કરાંચીમાં બેસીને અમદાવાદમાં દુકાનો સળગાવવાના કાવતરામાં ISI નો હાથ, 3ની ધરપકડ

ગુરુવાર, 8 એપ્રિલ 2021 (19:24 IST)
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં 20 માર્ચના રોજ પાંચ દુકાનોમાં આગના મામલે આતંકી કાવતરાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બાંચ આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ અનિલ, અંકિત અને પ્રવીણ તરીકે કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચે દાવો કર્યો છે કે આ મામલે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સામેલ છે. 
 
તપાસમાં સામે આવ્યું છે કે ISI એ આ જરૂરિયામંદ લોકોને ડિજિટલ પ્લેટફોર્મ પર ફંસાવીને આતંકવાદી કૃત્યને અંજામ આપ્યું છે. બજારોમાં મોંઘી દુકાનો આગ લગાવવાનો હેતુ આર્થિક નુકસાન પહોંચાડવાનો હતો. 
 
તપાસમાં સામે આવ્યું છે આરોપીઓને તેની ખબર ન હતી કે તે ISI સાથે જોડાયેલા હતા. માર્ચ 2020 માં લોક્ડાઉન થયું ત્યારબાદ ઘરે બેથા ઘણા લોકો સોશિયલ મીડીયાનો ઉપયોગ કરવા લાગ્યા હતા. ઘણા લોકોની નોકરી છૂટી ગઇ હતી. એવામાં આ મજબૂતીનો ફાયદો ઉઠાવતાં પાકિસ્તાની ISI  પણ પોતાના સોફ્ટ ટાર્ગેટને શોધવા એક્ટિવ થઇ ગઇ હતી. તે સમયે વિશ્વના અલગ અલગ દેશોના સર્વરનો ઉપયોગ કરી ISI ના એજન્ટ બનાવવા માટે આખી ટીમ કામે લાગી ગઇ હતી.   
 
તેન અમાટે હાજી મસ્તાનના ફોટા સાથે રાજાભાઇ કંપનીના નામનું ફેસબુક પેજ બનાવવામાં આવ્યું હતું. આ પેજ પર હેન્ડલર હથિયાર અને અપરાધો વિશે વાતચીત કરતા હતા. જેમાં અનેક લોકો લાઇક કરવા લાગ્યા હતા. આ પેજને અમદાવાદના ભૂપેંન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારાએ પેજ લાઇક કર્યું હતું. ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય મંડલીકે જણાવ્યું કે આ પેજ પર ભૂપેંદ્ર સાથે ISI ના હેડન્લ્ટર વાતચીત કરતા હતા અને જેને રૂપિયાની જરૂર હતી. તેના માટે તેમને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા જેમાં ભૂપેંદ્ર ફસાઇ ગયો હતો. ભૂપેન્દ્રને હેન્ડલર તરીકે કામ કરવાના દોઢ લાખ રૂપિયા આપવાના હતા. 
 
ભૂપેંદ્ર સાથે જોડાયેલા એક વ્યક્તિએ રૂપિયા આપ્યા પછી તમારે એક કામ કરવાનું છે અને જેના માટે તમને રૂપિયા આપવામાં આવશે. આ કામ રેવડી બજારની દુકાનોમાં આગ લગાવવાનું હતું. ભૂપેન્દ્ર તૈયાર થઇ ગયો હતો. ત્યારબાદ તેણે રેવડી બજારની ઘણી દુકાનોમાં આગ લગાવી હતી. પોલીસી સીસીટીવી અને બાઇકના નંબરના આધારે તપાસ કરી તો ભૂપેંદ્ર સુધી પહોંચી અને ત્યારબાદ તેની ધરપકડ કરી લીધી.
 
આ સંપૂર્ણ ઘટનામાં રૂપિયા ક્યાંથી આવ્યા? તેની તપાસ કરતાં મુંબઇ અને દુબઇ અને તેની આગળ કાંગો રૂપિયાથી રૂપિયા હવાલા દ્રારા પ્રાપ્ત થયા હતા. પોલીસે વીપીએન અને વીઓઆઇપી સિસ્ટમમાં કડી મેળવી બે દિવસમાં ISI ના સંપૂર્ણ ષડયંત્રની જાણકારી પ્રાપ્ત કરી લીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર