વડોદરામાં ચોકલેટ આપવાનું કહી પિતરાઈ ભાઈએ જ બહેન પર દુષ્કર્મ આચર્યું

Webdunia
શનિવાર, 9 એપ્રિલ 2022 (12:32 IST)
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા પર તેના જ કુટુંબીજન દ્વારા દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.વડોદરામાં વારંવાર યુવતીઓ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓને પગલે તેમની સુરક્ષા પર સવાલ ઉભા થઇ રહ્યા છે, ત્યારે શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 વર્ષના પિતરાઇ ભાઇએ જ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે 10 વાગ્યા આસપાસ સગીરાને તેના પિતરાઇ ભાઇએ ચાલ તને ચોકલેટ અપાવું. તેમ કહીને સગીર બહેનને અંધારામાં ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા ટ્રેક્ટરની પાછળ લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની જાણ બાળકીના માતા-પિતાને થતાં રાત્રે જ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે આરોપી પિતરાઇ ભાઇની ધરપકડ કરી લીધી છે.વડોદરા શહેરમાં નવલખી તેમજ વેક્સિન ગ્રાઉન્ડ ખાતે દુષ્કર્મના બનાવ બની ચુક્યા છે, ત્યાં જ હવે પરિવારજન દ્વારા જ સગીરા પર દુષ્કર્મની ઘટનાએ ચકચાર જગાવી છે.

સંબંધિત સમાચાર

Next Article