અમદાવાદમાં નકલી કોર્ટ ઝડપાઈ, જજ તરીકે રજૂ કરીને અનેક આદેશો પાસ કર્યા, ચોંકાવનારો કિસ્સો

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (09:22 IST)
Ahmedabad Fake Court  ગુજરાતમાં નકલી PMO ઓફિસર, નકલી IAS અને નકલી IPSની ધરપકડ બાદ હવે છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસે શહેરની સિવિલ કોર્ટ સામે ચાલતી નકલી કોર્ટને પકડી પાડી છે. આ નકલી કોર્ટ ગુજરાતના અમદાવાદમાં લાંબા સમયથી ચાલી રહી હતી. એટલું જ નહીં, આશ્ચર્યજનક વાત એ છે કે મોરિસ ક્રિશ્ચિયન નામના વ્યક્તિએ વિવાદિત જમીન માટે ઘણા ઓર્ડર કર્યા, ઘણા ઓર્ડર ડીએમ ઓફિસ સુધી પણ પહોંચ્યા અને કેટલાક ડીએમ ઓફિસ દ્વારા પાસ પણ કરવામાં આવ્યા. આ મામલો અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ સુધી પહોંચ્યો ત્યારે તપાસ બાદ રજિસ્ટ્રારે કારંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે તપાસ બાદ મોરિસની ધરપકડ કરી હતી. અમદાવાદમાં નકલી કોર્ટના ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે.
 
કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું
અમદાવાદ શહેર પોલીસે મોરિસ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી છે. મોરિસ વ્યવસાયે વકીલ છે. પોલીસે આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિસ્ટન અને તેની સાથે સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465,467,471,120 (B) હેઠળ કેસ નોંધ્યો છે. સેશન્સ કોર્ટના આદેશ પર પોલીસે આ કાર્યવાહી કરી છે. આરોપ એવો છે કે સેમ્યુઅલ ક્રિશ્ચિયન પોતે કાયદાની જોગવાઈઓ વિના એકપક્ષીય રીતે આર્બિટ્રેટર એટલે કે ન્યાયાધીશ તરીકે કામ કરતા હતા. તેણે ખોટા ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટની સ્થાપના કરીને ન્યાય અદાલતનું વાતાવરણ ઊભું કર્યું હતું.
 
સામાચર સંસ્થા પીટીઆઈ અનુસાર મૉરિસ સૅમ્યુઅલ ક્રિશ્ચયન આ નકલી ટ્રાઇબ્યુનલ ચલાવતા હતા અને તેના અસીલના પક્ષમાં ઑર્ડર પાસ કરતા હતા. તેમણે 2019માં તેમના અસીલ માટે સરકારી જમીનનો મામલામાં ઑર્ડર પાસ કર્યો હતો. અમદાવાદ પોલીસની અનુસાર મૉરિસ સૅમ્યુઅલ લોકોને કહેતા હતા કે, સક્ષમ અદાલતે કાનૂની વિવાદોના નિકાલ માટે મધ્યસ્થી તરીકે તેમને નિયુક્ત કર્યા છે. તેઓ આર્બિટ્રલ ટ્રિબ્યુનલના જજ હોવાનો દાવો કરીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા.
 
અમદાવાદની કારંજ પોલીસ સ્ટેશનમાં મૉરિસ સૅમ્યુઅલ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલાની પોલીસ તપાસ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article