કચ્છના નખત્રાણામાં ૪૦ વર્ષીય પરિણિતા પર ગેંગ રેપ, નરાધમોએ આરોપીની ઑફિસમાં જ પીડિતા પર રેપ કર્યો

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (13:48 IST)
બે દિવસ પહેલા કચ્છના નખત્રાણા ગામે એક ૪૦ વર્ષીય પરિણિતા પર ગેંગ રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બળાત્કારના આકેસમાં મહિલાની આપવીતીને વાચા આપતો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં પીડિતાએ તેની સાથે થયેલ દર્દનાક ઘટનાક્રમની સનસનાટીભરી વિગતો રડતા રડતા જણાવી છે. આ કેસમાં નખત્રાણા પોલીસે આરોપી મોહન આહિર સહિત અન્ય ૪ શખ્સો (૨૫ થી ૩૦ની વયના) સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
વીડિયોમાં વેદનાથી વ્યથિત પીડિતાએ વર્ણવી આપવીતી
 
૪૦ વર્ષીય પરિણિતાએ વીડિયોમાં જણાવ્યા અનુસાર અંદાજે ૩૦ વર્ષની વયનો મોહન આહિર નામનો શખ્સ તેણીને સફેદ કલરની સ્વીફ્ટ કારમાં માતાના મઢે લઈ ગયો હતો. પરંતુ આરોપીએ પરિણિતાને માતાના મઢ લઈ જવાને બદલે હાઈવે પર આવેલી પોતાની એક ઑફિસે લઈ ગયો હતો અને ત્યાં લઈ જઈને પરિણિતા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ ઘેર જમવા જઉં છે એમ કહી આરોપી પરિણિતાને એકલી મૂકીને જતો રહ્યો હતો. બાદમાં આરોપીના ૪ મિત્રોએ પણ પરિણિતા પર સામૂહિક રેપ કર્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર આરોપીએ જ ફોન કરીને તેના મિત્રોને અહીં બોલાવ્યા હશે.

દુષ્કર્મ આચર્યા બાદ નરાધમો તેણીને ઑફિસમાં પૂરી દઈને શટર બંધ કરીને ભાગી ગયા હતા. પીડિતાના જણાવ્યા અનુસાર આરોપીઓ એટલી હદે હેવાન બની ગયા હતા કે તેણીની લાખ કાકલૂદી છતા તેણીને પલંગ પરથી બેઠી થવા દીધી ન હતી. બાદમાં ફોન કરીને પરિણિતાએ તેણીની અન્ય મહિલા સખીને સમગ્ર ઘટનાક્રમની જાણ કરી હતી. મહિલા મિત્ર ઘટનાસ્થળે આવીને પીડિતાને સલામત સ્થળે લઈ ગઈ હતી. જો કે સમાજના આબરૂ જવાના ડરથી પરિણિતા ફરિયાદ કરવાથી ડરતી હતી. જો કે સમજાવટને અંતે પરિણિતા આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા તૈયાર થઈ હતી અને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

Next Article