પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, અમદાવાદની પ્રખ્યાત રથયાત્રા સહિત રાજ્યમાં અન્ય જગ્યાએ યોજાનાર રથયાત્રા /શોભાયાત્રા પરંપરાગત માર્ગ ઉપર પરિભ્રમણ અર્થે નીકળે ત્યારે નિશાન ડંકા, રથ, મહંત તથા ટ્રસ્ટીના વાહન સાથે નીકળશે. પરંતુ અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ કે અન્ય કોઇ વાહનો રથયાત્રામાં ભાગ લઇ શકશે નહીં. તેમજ ખલાસીઓ તથા પૂજાવિધિમાં ભાગ લેનાર ભાવિકોનો રથયાત્રાના ૪૮ કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ રથયાત્રામાં સામેલ થઇ શકશે.