આ તબક્કે કચ્છના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ એક નવી પહેલ કરતા આજરોજ ભુજ ખાતે લોકો ને વાહન માં જ વેક્સિન આપતું ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોનો સમય બચે, ઝડપથી રસીકરણ થઈ શકે તેમજ ગાડીમાં જ બેસી ને વ્યક્તિ મળી જતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે જેથી લોકોમાં સંક્રમણનો ભય ઘટે છે. જે માટે લોકો ખૂબ સારો ઉત્સાહ બતાવી રહ્યા છે.
આ તકે રસીકરણ અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ કચ્છમાં આ નૂતન પ્રયોગ કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ સારું આયોજન છે કે લોકોને પોતાના વાહનમાં બેઠા જ રસી મળી જાય છે જેથી સમયનો પણ બચાવ થાય છે અને સંક્રમણના ચાન્સસીઝ ઘણા ઘટી જાય છે.