રાજ્યની નાણાકીય અને અન્ય જરૂરી જાણકારીઓ પણ નેટવર્ક સાથ જોડાયેલી છે. એટલા માટે સરકારી, અધિકારીઓને ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. જૂન મહિનામાં સિંગાપુરના સાઇબર રિસર્ચ ફર્મ દ્વારા પણ ભારતમાં સરકારી મંત્રાલય આઇટી સેક્ટર અને બ્રોડકાસ્ટ કનેક્ટેડ વેબસાઇટ પર ચાઇનીઝ હેકરની નજર હોવાની વાત કહેવામાં આવી હતી.
દિલ્હી, મુંબઇ, કલકત્તા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ચેતાવણી પણ આપવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી સાઇટ ન ખુલતી હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત સરકારની કોમ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરએ પણ આ વિશે જાણકારી આપી હતી. રાજ્યમાં જી સ્વાન પ્લેટફોર્મ વડે સરકારની 220થી વધુ વેબસાઇટ ઓપરેટ થાય છે. મોટી સંખ્યામાં અધિકારી આ નેટવર્કનો ઉપયોગ કરે છે.