સુરતમાં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા, પરિવારને 20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (14:08 IST)
રાજ્યમાં વધતા જતા બળાત્કારના કેસને ડામવા માટે અને બળાત્કારીઓ માટે દાખલો બેસાડવા માટે ફરી એકવાર ગુજરાતમાં ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો છે. ગાંધીનગર રેપ કેસના આરોપીને સજા ફટકાર્યા બાદ હવે સુરત રેપ કેસના આરોપીને સજાનું એલાન કરવામાં આવ્યું છે. 
 
જેમાં સુરતના પાંડેસરામાં માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે સુરત કોર્ટે આરોપી ગુડ્ડું યાદવને ગઈ કાલે દોષિત ગણાવ્યો હતો. આજે સુરત અધિક સેસન્સ કોર્ટના જજ PS કાલા દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી હતી. આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ સાથે પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 
 
સોમવારે આરોપીને દોષિત ઠેરવ્યા બાદ બંને પક્ષના વકીલોની વચ્ચે સજા બાબતે દલીલો ચાલી હતી. સરકારી પક્ષ દ્વારા આરોપીને ફાંસીને ફાંસીની સજા માટે અપીલ કરી હતી.જેને માન્ય રાખતા  ફાસીની સજા ફટકારી છે.
 
બનાવની વાત કરીએ તો પાંડેસરાની શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું દિવાળીની રાત્રે અપહરણ કરી દુષ્કર્મ આચરી ગુડ્ડુ હત્યા કરી નાંખી હતી. . ફુટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. તેમજ  સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ગઈ કાલે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article