સુરત સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ, વિરોધ કરતા હિન્દુ સંગઠનોના યુવકોની અટકાયત

Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (14:16 IST)
સુરતના વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઇને વિરોધ નોંધાવતાં સાતથી આઠ જેટલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારે શાળાએ પહોંચ્યા હતા. એ બાબતની પોલીસને જાણ થતાં જ તેમની સામે પગલાં લેવાયાં હતાં.કર્ણાટકનો મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે ત્યારે એ પ્રકારની સ્થિતિ હવે શરૂ થઈ છે, જેના પડઘા ગુજરાતમાં પણ શરૂ થયા છે. શાળાની અંદર પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિસાબ પહેરીને શાળાએ પહોંચતાં જ તેમનો વિરોધ કરવામા આવ્યો હતો. આ પ્રકારે તેઓ અહીં પહેરીને શાળામાં ન આવી શકે એ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા. દેશભરની અંદર હવે વાતાવરણ તંગ થતું હોય એવું જોવા મળી રહ્યું છે.દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક પહેરવેશ પહેરીને શાળા-કોલેજોમાં આવા પર પ્રતિબંધ મૂકવામાં આવે એ પ્રકારની માગ સામાન્ય બની રહી છે. દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓ ગણવેશમાં આવે એ પ્રકારની માગ કરવામાં આવી રહી છે. કોઈપણ ધાર્મિક પોશાક પહેરીને શાળામાં આવું યોગ્ય નથી. એ પ્રકારનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે.વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતને પણ શાહીન બાગ બનાવવાનું યંત્ર ચાલી રહ્યું છે. એના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારનું કૃત્ય ચલાવવામાં આવી રહ્યું છે. શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પોતાના ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે. એ એક મોટો પ્રશ્ન છે. આ સાંખી લેવાશે નહીં. સમગ્ર ગુજરાતભરની અંદરનો વિરોધ કરવામાં આવશે, એમ વધુમાં જણાવાયું હતું.

સંબંધિત સમાચાર

Next Article