જૂનાગઢમાં મકાન ધરાશાયી થતાં ચાર લોકો દબાયાની આશંકા, પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2023 (14:28 IST)
junagadh building collapse
જૂનાગઢમાં વરસાદી પુર બાદ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં આ મકાન ધરાશાયી થયું છે. જ્યાં શાકમાર્કેટ નજીક હોવાથી ચારેક લોકો દટાયા હોવાની માહિતી મળી છે.
building collapses at Junagadh

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણીના પુર આવ્યા હતાં. જેમાં સેંકડો વાહનો અને પશુઓ તણાઈ ગયાં હતાં. પરંતુ વરસાદ અને પુરની સ્થિતિમાં હવે મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. હાલમાં પાચ એમ્બ્યુલન્સ અને પોલીસ તંત્ર સહિતનો સ્ટાફ બચાવ કામગીરીમાં લાગી ગયો છે. મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ધરાશાયી થયેલા આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જૂનાગઢના ધારાસભ્ય પણ પહોંચ્યા છે. તેમજ હાલ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
building collapses at Junagadh

સંબંધિત સમાચાર

Next Article