અમદાવાદના જાણીતા સિંગર અરવિંદ વેગડાએ ‘ભાઇ-ભાઇ’ ગીત બોલિવૂડ ફિલ્મમાં મંજુરી વિના વપરાયા હોવાનો ફિલ્મમેકર્સ સામે દાવો કર્યો

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (14:04 IST)
તાજેતરમાં અમદાવાદના જાણીતા સિંગર અરવિંદ વેગડાએ ‘ભાઇ-ભાઇ’ ગીત બોલિવૂડ ફિલ્મમાં પરવાનગી વિના વપરાયા હોવાનો ફિલ્મમેકર્સ સામે દાવો કર્યો છે.  આ પહેલાં પણ ‘ભાઈ ભાઈ’ સોંગ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’માં યુઝ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કોન્ટ્રોવર્સીને લઇને અરવિંદ વેગડા તથા જાણીતા એડવોકેટ ભીષ્મ રાવલ સાથે વાત કરીને કન્ટેન્ટ ક્રિએટરએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તે અંગે માહિતી મેળવી હતી.સોશિયલ મીડિયા પર સમગ્ર વાતને લઇને ‘જસ્ટિસ ફોર ભાઇ-ભાઇ’ હેશટેગ સાથે એક કેમ્પેઇન પણ ચાલી રહ્યું છે. જેમાં લોકો આ ગુજરાતી ગીત માટે સપોર્ટ પણ કરી રહ્યા છે.સિંગર અરવિંદ વેગડાનું કહેવું છે કે, ‘2011માં મેં ભાઇ ભાઇ સોન્ગ લોન્ચ કર્યું હતું.

લોન્ચ થયાના થોડા જ સમયમાં આ સોંગ ખૂબ જ પોપ્યુલર થતાં મેં તેને કોપીરાઇટ કરાવ્યું હતું. ફિલ્મ રામલીલામાં આ સોંગને મારી પરવાનગી વગર વાપરવામાં આવ્યું ત્યારે પણ મેં ફિલ્મના મેકર્સ સામે કાયદાકીય નોટિસ મોકલી હતી. અને તાજેતરમાં ફિલ્મ ભૂજના મેકર્સ દ્વારા ફરી એકવાર આ સોંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અવાર-નવાર ગુજરાતના આર્ટિસ્ટ સાથે આ ઘટના થઇ રહી છે. ફિલ્મના કમ્પોઝર આ અંગે વાત કરવા જ તૈયાર નથી.’આ સમગ્ર વિવાદમાં રસપ્રદ વાત એ છે કે ‘ભાઈ ભાઈ...ભલા મોરી રામા..'એ દાયકાઓથી ગુજરાતી લોકસંગીત એવા ભવાઈના વિવિધ વેશમાં વપરાતું આવ્યું છે. 1989માં આવેલી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ 'મહીસાગરને આરે'માં પણ ભવાઈ ગીત 'ભાઈ ભાઈ' સામેલ કરાયું હતું.

સંબંધિત સમાચાર

Next Article